જેને હોય આ બીમારીઓ તેમણે ન ખાવા સાબુદાણા, ખાવાથી ખરાબ થાય છે તબિયત

Sabudana Side Effect: જ્યારે પણ ઘરમાં કોઈનું વ્રત હોય તો વ્રતના ભોજન માટે સાબુદાણાની વિવિધ વાનગીઓ બને છે. સાબુદાણાની વાનગી સ્વાદિષ્ટ તો હોય છે પરંતુ આ સાબુદાણા કેટલીક બીમારીઓમાં ખાવામાં આવે તો આડઅસર પણ કરે છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ દરમિયાન સાબુદાણા ખાવાથી તકલીફ વધી જાય છે અને પછી લાગે છે એવું કે ફરાળ કરવાથી તબિયત ખરાબ થાય છે...

જેને હોય આ બીમારીઓ તેમણે ન ખાવા સાબુદાણા, ખાવાથી ખરાબ થાય છે તબિયત

Sabudana Side Effect: તમે પણ તમારા ઘરમાં ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, સાબુદાણાની ખીર, સાબુદાણાના વડા અને સાબુદાણાના પાપડ જેવી ટેસ્ટી વાનગીઓ ખાધી જ હશે. સાબુદાણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ દરેક વ્યક્તિ માટે સાબુદાણા સરખું જ ફાયદો કરે તે જરૂરી નથી. સાબુદાણા વધારે ખાવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન પણ થાય છે. આ સિવાય કેટલીક એવી મેડિકલ કન્ડિશન પણ છે જેમાં સાબુદાણા ખાવાથી તકલીફ વધી શકે છે.

આ બીમારીઓમાં ન ખાવા સાબુદાણા

આ પણ વાંચો:

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓએ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ કારણકે તેનાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે અને દર્દીની તબિયત પણ બગડી શકે છે.

લો બ્લડ પ્રેશર

લો બ્લડ પ્રેશરમાં પણ લોકોએ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી લોબ્લેટ પ્રેસરના દર્દીની સમસ્યા વધી શકે છે.

હાર્ટ પ્રોબ્લેમ

જે લોકોને હૃદય સંબંધિત બીમારી હોય તેમણે પણ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ તેનાથી બ્લડ પ્રેશર મેનેજ કરવાનું મુશ્કેલ થાય છે અને સાથે જ હૃદય સંબંધિત સમસ્યા વધી શકે છે.

સ્થૂળતા

સ્થૂળતાથી પરેશાન લોકોએ પણ સાબુદાણા ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે સાબુદાણામાં કેલેરી અને સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે જે વજન વધવાનું કારણ બની શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news