શું તમે શિયાળામાં તમારી સ્કિનને સોફ્ટ રાખવા ઇચ્છો છો, તો ઉપયોગ કરો ઓલિવ ઓઇલ

શિયાળાની ઋતુમાં ફૂંકાતા ઠંડા પવનના કારણે શરીર અને ત્વચા ખુબ જ સુકાતી હોય છે. જેના કારણે ત્વચાની ચમક ગાયબ થઈ જાય છે. આ માટે લોકો મોઈશ્ચરાઈઝરનો પણ ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી પણ કોઈ ફરક પડતો નથી

શું તમે શિયાળામાં તમારી સ્કિનને સોફ્ટ રાખવા ઇચ્છો છો, તો ઉપયોગ કરો ઓલિવ ઓઇલ

નવી દિલ્હી: શિયાળાની ઋતુમાં ફૂંકાતા ઠંડા પવનના કારણે શરીર અને ત્વચા ખુબ જ સુકાતી હોય છે. જેના કારણે ત્વચાની ચમક ગાયબ થઈ જાય છે. આ માટે લોકો મોઈશ્ચરાઈઝરનો પણ ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી પણ કોઈ ફરક પડતો નથી. આવી સ્થિતિમાં, જો તમે ઈચ્છો છો કે શિયાળામાં પણ તમારી ત્વચા ચમકદાર રહે, તો આ માટે તમારે રાત્રે સૂતા પહેલા એક કામ કરવું પડશે.

રાત્રે સૂતા પહેલા ત્વચા પર ઓલિવ ઓઈલ લગાવવાથી તમારી ત્વચા ખૂબ જ ગ્લોઈંગ રહે છે. ઓલિવ ઓઈલમાં વિટામિન-એ, ડી, ઈ અને વિટામિન-કે મળી આવે છે. તે ત્વચાને પોષણ આપવાની સાથે તેને મોઇશ્ચરાઇઝ પણ કરે છે.

રાત્રે સૂતા પહેલા આ તેલને આખા શરીર પર માલિશ કરવાથી ત્વચાના મૃત કોષો શરીરમાં જમા થતા અટકે છે. જેના કારણે શિયાળામાં ત્વચા સફેદ અને તિરાડ દેખાતી નથી.

સરસ્યાના તેલમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને લગાવવાથી ત્વચા ફ્રેશ અને ઈન્ફેક્શનથી દૂર રહે છે. સરસ્યાના તેલમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

ઓલિવ ઓઈલ લગાવવની સાચી રીત
શિયાળામાં ઓલિવ ઓઈલ લગાવતી વખતે તેમાં સરસ્યાનું તેલ પણ મિક્સ કરવું જોઈએ. આ કારણે આ તેલની શક્તિ વધુ વધે છે. જેના કારણે તમારી ત્વચાને ડીપ મોઈશ્ચરાઈઝેશન મળે છે. આ તેલથી માલિશ કરવા માટે, 2 ચમચી ઓલિવ તેલ લો અને એક ચમચી સરસવનું તેલ મિક્સ કરો. આ તેલને મિક્સ કર્યા પછી, તમે તેને બરણીમાં ભરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news