Obesity: જીવલેણ બની શકે છે વધુ પડતું વજન! વધી જશે આ બીમારીઓનો ખતરો, જાણો બચવાનો ઉપાય
સ્થૂળતાના (Obesity) કારણે, કોઈપણ રોગ ગંભીર થવાની સંભાવના વધી જાય છે. જો તમારું વજન પણ ઝડપથી વધી રહ્યું છે તો તમારે સાવધાન રહેવું જોઈએ. તેનાથી ડાયાબિટીસથી (Diabetes) લઈને કેન્સર (Cancer) સુધીની ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.
Trending Photos
નવી દિલ્હી: સ્થૂળતાના (Obesity) કારણે, કોઈપણ રોગ ગંભીર થવાની સંભાવના વધી જાય છે. જો તમારું વજન પણ ઝડપથી વધી રહ્યું છે તો તમારે સાવધાન રહેવું જોઈએ. તેનાથી ડાયાબિટીસથી (Diabetes) લઈને કેન્સર (Cancer) સુધીની ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.
ટાઈપ ટૂ ડાયબિટિઝ-
સ્થૂળતા ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે. નિષ્ણાતોના મતે વજન ઘટાડીને, સંતુલિત આહાર લેવાથી, કસરત કરીને અને પૂરતી ઊંઘ લેવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે.
ગૉલ બ્લેડરની તકલીફો-
તેનાથી કિડનીની સમસ્યા પણ થઈ શકે છે. સ્થૂળતાના કારણે પિત્તાશયને લગતી બીમારીઓનો ખતરો રહે છે.
ઑસ્ટિયોઆર્થરાઈટિસ-
સ્થૂળતાના કારણે સાંધાઓ પર દબાણ આવે છે, જેના કારણે હાડકા લચીલા બને છે. ઑસ્ટિયોઆર્થરાઇટિસ તમારા ઘૂંટણ, હિપ્સ અથવા પીઠને અસર કરે છે. જો તમે વજન ઓછું કરો છો, તો તે ઘૂંટણ, હિપ્સ અને પીઠના નીચેના ભાગમાં દબાણ ઘટાડી શકે છે.
સ્લીપ એપનિયા-
મેદસ્વી હોવાને કારણે સ્લીપ એપનિયા થઈ શકે છે. આ રોગમાં જોરથી નસકોરા બોલવા અને સૂતી વખતે યોગ્ય રીતે શ્વાસ ન લેવાની સમસ્યા થાય છે. સ્લીપ એપનિયા હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.
લિવરથી જોડાયેલી તકલીફો-
સ્થૂળતાના કારણે હાર્ટબર્ન અને લીવર સંબંધિત સમસ્યાઓ વધે છે. નિષ્ણાતોના મતે સ્થૂળતાના કારણે કેન્સર જેવી ગંભીર બીમારીનો ખતરો રહે છે. તે પ્રજનન ક્ષમતાને પણ અસર કરે છે.
કોરોનરી ધમની બિમારી-
સ્થૂળતા એ ઇસ્કેમિક સ્ટ્રોક અને કોરોનરી ધમની બિમારીનું મુખ્ય કારણ છે. આ ખતરનાક બની શકે છે. આ સ્થિતિમાં, ધમનીઓમાં ચરબી અને કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે, જેના કારણે સ્ટ્રોકનો ખતરો રહે છે. નિષ્ણાતોના મતે સ્થૂળતાના કારણે બ્લડપ્રેશર, સ્ટ્રોક અને હૃદયની બીમારીઓની શક્યતા વધી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે