કોરોનાના નવા લક્ષણે વૈજ્ઞાનિકોને કર્યા ચિંતાતુર, દર્દીઓને પડી રહી છે મુશ્કેલી

આજે સમગ્ર દુનિયા કોરોના વાયરસ (Coronavirus)થી પરેશાન છે. અત્યાર સુધીમાં કોરોના માટે ના કોઈ વેક્સિન આવી છે અને ના કોઈ દવા તૈયાર થઈ છે. કોરોના હોવાના લક્ષણ પણ ઘણા સમાન્ય છે, પરંતુ સમય સમય પર તેના Symptoms બદલાતા રહે છે

કોરોનાના નવા લક્ષણે વૈજ્ઞાનિકોને કર્યા ચિંતાતુર, દર્દીઓને પડી રહી છે મુશ્કેલી

નવી દિલ્હી: આજે સમગ્ર દુનિયા કોરોના વાયરસ (Coronavirus)થી પરેશાન છે. અત્યાર સુધીમાં કોરોના માટે ના કોઈ વેક્સિન આવી છે અને ના કોઈ દવા તૈયાર થઈ છે. કોરોના હોવાના લક્ષણ પણ ઘણા સમાન્ય છે, પરંતુ સમય સમય પર તેના Symptoms બદલાતા રહે છે. કોરોનાના સામાન્ય લક્ષણ શ્વાસની તકલીફ, થાક, ઉધરસ (Cough), તાવ (Fever) છે. પરંતુ આ દિવસોમાં કોરોનાના નવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ નવા લક્ષણોમાં માછલીની ગંધ અને શરીરમાં બળતરા શામેલ છે.

કોરોનાનાં નવા લક્ષણો
સ્મેલની સમસ્યાઓ એ કોરોનાનું સામાન્ય લક્ષણ (Symptoms) છે. ઇએનટી સર્જન પ્રોફેસર નિર્મલ કુમારે સ્કાય ન્યૂઝને કહ્યું કે આ લક્ષણ ખૂબ વિચિત્ર હતું. કુમારે કહ્યું કે કેટલા દર્દીઓ ગંધના લાંબા સમય સુધી વિકૃતિ અનુભવી રહ્યા છે, જેમાંથી મોટાભાગે ગંધ છે. આ રોગને દૂર કરવા માટે સ્મેલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેમાં લીંબુ, ગુલાબ, લવિંગ અને નીલગિરી તેલનો સમાવેશ થાય છે.

ત્યારબાદ ગંધની મુશ્કેલી દૂર થઈ જાય છે. આ પહેલા, વૈજ્ઞાનિકોએ તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે, કોરોનાના દર્દીમાં આ લક્ષણ લાંબા સય સુધી કેમ રહે છે. જેને સમાન્ય લોન્ગ કોવિડ (long COVID) કહેવામાં આવે છે.

પેરોસ્મિયાથી લોકો થઈ રહ્યા છે પીડિત
આ અસામાન્ય આડઅસર પેરોસ્મિયા તરીકે ઓળખાય છે. આમાં, લોકોની ગંધની ક્ષમતા નબળી પડે છે. આ લક્ષણો યુવાનો અને આરોગ્ય કાર્યકરોમાં જોવા મળે છે. હકીકતમાં, માર્ચ મહિનામાં, ડોકટરોની ટીમે એનોસેમિયા ગંધની ક્ષમતામાં ઘટાડો કોરોના વાયરસના મુખ્ય લક્ષણ તરીકે ઓળખાવી હતી. આ ટીમમાં પ્રોફેસર નિર્મલ કુમારનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે જણાવ્યું હતું કે લાંબા સમયથી હજારો કોરોના દર્દીઓ યુકેમાં એનોસેમીયાની સારવાર લઈ રહ્યા છે અને તેમાંથી કેટલાકને પેરોસેમિયાનો અનુભવ પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news