આ નાનકડી વસ્તુ ઉધરસ મટાડે છે તુરંત, આ રીતે લેવાથી થશે ઝડપથી ફાયદો

Mulethi Health Benefit: એક વખત ઉધરસ થાય છે તો તેને મટાડવા માટે લાંબા સમય સુધી દવાઓ લેવી પડે છે. પરંતુ તેવામાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને તમે ઉધરસથી તુરંત રાહત મેળવી શકો છો. આવો જ એક ઉપાય છે મુલેઠીમાંથી બનેલી ચા...

આ નાનકડી વસ્તુ ઉધરસ મટાડે છે તુરંત, આ રીતે લેવાથી થશે ઝડપથી ફાયદો

Mulethi Health Benefit: વાતાવરણમાં સતત ફેરફાર થાય છે તેની સૌથી વધુ અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં પણ શરદી ઉધરસ જેવા ઇન્ફેક્શન વાતાવરણમાં થતા ફેરફારના કારણે સતાવે છે. સામાન્ય રીતે કફ ઉધરસ જેવી તકલીફો ઠંડીના વાતાવરણમાં થાય છે. પરંતુ વાયરલ ઇન્ફેક્શનના કારણે ઉનાળામાં પણ આવી તકલીફ રહે છે. એક વખત ઉધરસ થાય છે તો તેને મટાડવા માટે લાંબા સમય સુધી દવાઓ લેવી પડે છે. પરંતુ તેવામાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને તમે ઉધરસથી તુરંત રાહત મેળવી શકો છો. આવો જ એક ઉપાય છે મુલેઠીમાંથી બનેલી ચા. મુલેઠીમાંથી બનેલી ચા પીવાથી ગળામાં થયેલું ઇન્ફેક્શન કફ અને ઉધરસથી રાહત મળે છે. 

આ પણ વાંચો:

મુલેઠી એન્ટીફંગલ અને એન્ટિવાયરલ ગુણ ધરાવતી વસ્તુ છે. તેના કારણે કફ અને ઉધરસથી તુરંત રાહત મળે છે. આ ઉપરાંત મુલેઠીમાં એવા એન્જાયમ હોય છે જે ઇમ્યુનીટી પણ વધારે છે. મુલેઠી ફેફસા માટે પણ ફાયદાકારક હોય છે. તેમાંથી તૈયાર કરેલી ચા પીવાથી ફેફસામાં લાગેલું ઇન્ફેક્શન પણ દૂર થાય છે અને શ્વાસ સંબંધિત સમસ્યા મટાડવામાં મદદ મળે છે. આ ચા પીવાથી શ્વસનતંત્રમાં લાગેલું ઇન્ફેક્શન પણ મટે છે અને કફ તેમજ ઉધરસ ની સમસ્યાથી ઝડપથી રાહત થાય છે. 

મુલેઠીની ચા કેવી રીતે બનાવવી ?

સૌથી પહેલા તપેલીમાં બે કપ પાણી ગરમ મૂકવું. તેમાં અડધી ચમચી મુલેઠી પાઉડર ઉમેરવો. તે ઉકળી જાય એટલે તેમાં થોડું આદુ ઉમેરવું. પાણી એક કપ જેટલું બચે ત્યારે તેને ગેસ પરથી ઉતારી કપમાં ગાડી અને તેમાં મધ તેમજ લીંબુનો રસ ઉમેરીને ધીરે ધીરે તેનું સેવન કરવું. આ રીતે ચા બનાવીને દિવસમાં બે વખત પીવી. આ ચા પીવાની શરૂઆત કરશો એટલે ગળામાં દુખાવો ઉધરસ કફ જેવી તકલીફો દૂર થવા લાગશે.
 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news