Chemotherapy Side Effects: કેન્સરની સારવાર દરમિયાન શા માટે ખરી જાય વાળ ? કેટલા સમય પછી ઉગે નવા વાળ?

Chemotherapy Side Effects: કેન્સરમાં કીમોથેરાપી શરૂ થાય એટલે મોટાભાગના લોકોના માથાના અને આઇબ્રોના વાળ ખરી જાય છે. કેન્સરની સારવાર દરમિયાન વાળ ખરી જવા પાછળ કીમોથેરાપી જવાબદાર હોય છે. આજે તમને જણાવીએ કે કીમોથેરાપીના કારણે શા માટે લોકોના વાળ ખરી જાય છે. ? 

Chemotherapy Side Effects: કેન્સરની સારવાર દરમિયાન શા માટે ખરી જાય વાળ ? કેટલા સમય પછી ઉગે નવા વાળ?

Chemotherapy Side Effects: કેન્સર એક ગંભીર રોગ છે જેની સારવાર સમયસર કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થાય છે. કેન્સરની સારવારમાં કીમોથેરાપી પ્રચલિત અને પ્રભાવી ઉપાય ગણાય છે. જોકે કેન્સરમાં કીમોથેરાપી શરૂ થાય એટલે મોટાભાગના લોકોના માથાના અને આઇબ્રોના વાળ ખરી જાય છે. કેન્સરની સારવાર દરમિયાન વાળ ખરી જવા પાછળ કીમોથેરાપી જવાબદાર હોય છે. આજે તમને જણાવીએ કે કીમોથેરાપીના કારણે શા માટે લોકોના વાળ ખરી જાય છે. ? 

કેન્સરની સારવારમાં જ્યારે કીમોથેરાપી લેવામાં આવે તો કીમો ઝડપથી વધતી કોશિકાઓને ટાર્ગેટ કરે છે. જે વાળના મૂળને પણ નુકસાન કરે છે અને વાળ ખરવા લાગે છે. કીમોથેરાપી ઉપરાંત રેડીએશન થેરાપીના કારણે પણ વાર ખરવા લાગે છે. ખાસ કરીને જ્યારે માથાના કે ગરદનના કેન્સરમાં રેડીએશન લેવામાં આવે તો તેમાં વાળ ખરી જાય છે. જોકે રેડીએશન શરીરના કયા ભાગમાં આપવામાં આવે છે તેના પર પણ વાળ ખરવાનો આધાર હોય છે. 

કીમોથેરાપીમાં બધાના વાળ શા માટે નથી કરતા ? 

જોકે કીમોથેરાપીના કારણે દરેક કેન્સરના દર્દીના વાળ ખરી જાય તેવું નથી. કેટલાક લોકો એવા પણ હોય છે જેમની કેન્સરની સારવાર દરમિયાન પણ તેમના વાળ સાવ ખરી જતા નથી. કિમોથેરાપીમાં અલગ અલગ પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે જેની અસર અલગ અલગ રીતે વાળ પર થાય છે. એટલે કે અલગ અલગ કેન્સરમાં અલગ અલગ અસર જોવા મળે છે. જોકે મોટાભાગે બ્રેસ્ટ કેન્સરની સારવારમાં જે કીમોથેરાપી આપવામાં આવે તેમાં વાળ ખરી જ જાય છે. 

કેન્સરમાં કીમોથેરાપીમાં કેન્સરની દવાઓના વિશિષ્ટ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે દરેક દર્દીના વાળ ઝડપથી ખરી જાય તેવું નથી હોતું. દરેકનો અનુભવ અલગ અલગ હોય છે. ઘણા કેસમાં લોકોના વાળ સાવ ખરી જાય છે તો કેટલાક લોકોના વાળ પાતળા થઈ જાય છે. તો કેટલાક લોકોને માથામાં ટાલ પડે છે. 

કેટલા સમયમાં ખરી જાય બધા વાળ ?

સામાન્ય રીતે કેન્સરની સારવાર શરૂ થાય પછી ત્રણ અઠવાડિયા પછી વાળ પર ટ્રીટમેન્ટની અસર દેખાવા લાગે છે. કીમોથેરાપી શરૂ થયા ના ત્રણ અઠવાડિયામાં વાળ ધીરે ધીરે ખરવા લાગે છે. સૌથી પહેલા માથાના વાળ ખરી જાય છે અને પછી શરીરના અન્ય અંગોના વાળ પણ ખરી જાય છે. જોકે આ વાળ ધીરે ધીરે ફરીથી ઉગવા પણ લાગે છે. એટલે કે કીમોથેરાપીના કારણે વાળ કાયમી જતા રહે તેવું નથી. 

કેટલા સમય પછી વાળ ફરીથી ઊગે?

કીમોથેરાપી લીધા પછી ત્રણથી પાંચ મહિનામાં ફરીથી વાળ ઉગવા લાગે છે. જોકે કિમોથેરાપી પછી વાળ ફરીથી ઊગે તો શરૂઆતથી સ્ટેજમાં વાળને કલર કરવાનું ટાળવું જોઈએ. સાથે જ હીટિંગ ઉપકરણોનો ઉપયોગ પણ કરવો નહીં. શક્ય છે કે કીમોથેરાપી પછી જે વાળ ઉગે તે પહેલાં કરતાં અલગ દેખાતા હોય.
 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news