એક મુઠ્ઠી દાળિયા અને એક ચમચી ગોળ... સવારના સમયે ખાઈ લેશો તો આખો દિવસ શરીરમાં રહેશે સ્ફુર્તિ
Gud Chana Benefits: શરીરને એનર્જી મળે તે માટે સવારના સમયે ગોળ અને દાળિયા ખાવા બેસ્ટ ઓપશન છે. ગોળ અને દાળિયાનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે અને સાથે જ કેટલાક જોરદાર ફાયદા પણ થાય છે. ગોળ અને દાળિયા ખાવાથી શરીરને જરૂરી પ્રોટીન, કેલ્શિયમ, આયરન, મિનરલ્સ સહિતના પોષકતત્વો મળે છે.
Trending Photos
Gud Chana Benefits: જ્યારે શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય છે ત્યારે શરીરમાં સતત થાક અને આળસ જણાય છે. વધારે મહેનતનું કામ કર્યા પછી થાક લાગે તે સામાન્ય વાત છે પરંતુ મહેનતનું કામ કર્યા વિના પણ સતત થાક લાગતો હોય તો સમયસર પોતાના આહાર પર ધ્યાન આપવો. ખાસ કરીને મહિલાઓએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ. કારણ કે દરેક સ્ત્રીને દોડધામ વધારે રહેતી હોય છે અને સાથે જ પોષકતત્વોની જરૂરીયાત પણ સ્ત્રીઓને વધારે હોય છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે એવી વસ્તુઓનું સેવન કરો જે તમારા શરીરને એનર્જી અને પોષકતત્વો પુરા પાડે.
શરીરને એનર્જી મળે તે માટે સવારના સમયે ગોળ અને દાળિયા ખાવા બેસ્ટ ઓપશન છે. ગોળ અને દાળિયાનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે અને સાથે જ કેટલાક જોરદાર ફાયદા પણ થાય છે. ગોળ અને દાળિયા ખાવાથી શરીરને જરૂરી પ્રોટીન, કેલ્શિયમ, આયરન, મિનરલ્સ સહિતના પોષકતત્વો મળે છે.
આ પણ વાંચો:
- ગોળ અને દાળિયાનું સેવન સવારે કરવાથી મેટાબોલિઝમ સુધરે છે. જેના કારણે વજનમાં વધારો થતો નથી અને તમે સ્થૂળતાથી બચી જાઓ છો. 100 ગ્રામ દાળિયામાં શરીર માટે જરૂરી પ્રોટીન અને ફાઇબર હોય છે.
- જે લોકોને યાદશક્તિ નબળી હોય તેમણે પણ રોજ સવારે ગોળ અને દાળિયા ખાવા જોઈએ. તેનાથી મેમરી શાર્પ થાય છે. ગોળ અને દાળિયા હોર્મોન્સ સેરોટોનિનમાં વધારો કરે છે. જેનાથી મગજ સારી રીતે કામ કરે છે અને સ્ટ્રેસ પણ ઓછો થાય છે.
- ગોળ અને દાળિયા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટી જાય છે. ગોળ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને દાળિયા કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
- જે લોકોને પેટની સમસ્યાઓ રહેતી હોય તેમના માટે પણ ગોળ અને દાળિયા ફાયદાકારક છે. તેના કારણે પેટમાં કબજિયાત ગેસ જેવી તકલીફો થતી નથી. કારણ કે ગોળ અને દાળિયા પાચનને સુધારે છે.
- જો તમારા દાંત નબળા હોય તો ગોળ અને દાળિયા ખાવા જ જોઈએ. તેમાં રહેલું ફોસ્ફરસ દાંતને મજબૂત કરે છે. તે હાડકા માટે પણ લાભકારી છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે