આ કરચલો બચાવશે કોરોના વાયરસથી જીવ, 30 કરોડ વર્ષ જૂની છે આ દુર્લભ પ્રજાતિ

સમુદ્રી વ્યંજનોમાં કરચલો (Crab) સૌથી સ્વાદિષ્ટ ફૂડમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ એક ખાસ પ્રજાતિનો કરચલો (Crab) તમારો જીવ બચાવવા માટે જાણિતો છે. હવે આ કરચલો તમને કોરોના વાયરસ (Coroanvirus)થી બચાવવાનો છે.

આ કરચલો બચાવશે કોરોના વાયરસથી જીવ, 30 કરોડ વર્ષ જૂની છે આ દુર્લભ પ્રજાતિ

નવી દિલ્હી: સમુદ્રી વ્યંજનોમાં કરચલો (Crab) સૌથી સ્વાદિષ્ટ ફૂડમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ એક ખાસ પ્રજાતિનો કરચલો (Crab) તમારો જીવ બચાવવા માટે જાણિતો છે. હવે આ કરચલો તમને કોરોના વાયરસ (Coroanvirus)થી બચાવવાનો છે. આ બિલકુલ સત્ય છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો હવે આ ખાસ કરચલાથી જ કોરોના વાયરસની રસી (Vaccine) રસી તૈયાર કરી રહ્યા છે. 

હોર્શૂ ક્રેબ જ છે કોરોના વાયરસ મહામારીની કીટ
સમુદ્રમાં મળનાર હોર્શૂ ક્રેબ- Horseshoe Crab (કરચલાની એક પ્રજાતિ) જ કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં મદદગાર સાબિત થઇ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ખાસ સમુદ્રી પ્રજાતિ કરચલામાં સામાન્ય વાદળી રંગનું લોહી હોય છે જે વિભિન્ન બિમારીઓની રસી તૈયારમાં ઉપયોગ થાય છે. હવે કોરોના વાયરસ સામે લડવામાં પણ આ કરચલાનું લોહી (Crab blood) મદદગાર સાબિત થઇ રહ્યું છે. 

એવું શું ખાસ છે આ કરચલામાં
પ્રાપ્ત માહિતી અનુસાર હોર્શૂ ક્રેબ- Horseshoe Crab (કરચલાની એક પ્રજાતિ) ધરતી પર લગભગ 30 કરોડ વર્ષથી ઉપલબ્ધ છે. આ કરચલાને 10 આંખો હોય છે. આ કરચલાનું લોહી વાદળી રંગનું હોય છે. અત્યાર સુધી દુનિયાની તમામ બિમારીઓની સારવારમાં મદદગાર સાબિત થઇ રહ્યું છે. કોઇપણ રસીની અંદર એક બેક્ટેરિયા ઉપલબ્ધ ન હોવો જોઇએ. નહીતર માણસોનું મોત થઇ શકે છે. હોર્શૂ ક્રેબ- Horseshoe Crab ના લોહીમાં હાલ બેક્ટેરિયાને મારી નાખે છે. 

અમેરિકન વૈજ્ઞાનિકોએ રસીમાં ખાસકરીને આ કરચલાના લોહીથી જ બેક્ટેરિયા સંક્રમણને દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે. જોકે આ પ્રજાતિના કરચલાની સંખ્યા દુનિયાભરમાં ખૂબ ઓછી થતી જાય છે. આ કારણે જ પર્યાવરણ અધિકારો પર કામ કરનાર સંસ્થાઓ કોરોના વાયરસમાં ઉપયોગનો વિરોધ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news