Sore Throat: ઉધરસના કારણે થતાં ગળાના દુખાવાને તુરંત મટાડે છે આ દેશી નુસખા

Home Remedies For Sore Throat: આ પ્રકારની વાતાવરણના કારણે થતી તકલીફો તુરંત દુર કરતો ઘરેલું ઈલાજ આજે તમને જણાવીએ. આ દેશી ઈલાજ કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર વિના તમારી સમસ્યા દૂર થશે.

Sore Throat: ઉધરસના કારણે થતાં ગળાના દુખાવાને તુરંત મટાડે છે આ દેશી નુસખા

Home Remedies For Sore Throat: વર્તમાન સમયમાં ફરીએકવાર દેશભરમાં મિક્સ ઋતુ જોવા મળે છે જેના કારણે શરદી, ઉધરસ, તાવ, ગળામાં દુખાવો જેવી તકલીફોની સાથે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે ઉધરસ કે ગળામાં તકલીફ થાય તો ચિંતા થાય છે  કે કોરોના તો નથી ને. આવી સ્થિતિમાં કેટલાક ઘરેલુ ઈલાજ તમને જણાવીએ જેને કરવાથી  ઉધરસ અને ગળામાં થતી તકલીફ મટી જાય છે.  

આ પણ વાંચો:

મીઠાના પાણીના કોગળા

ઉધરસ ને મટાડવા માટે અને ગળામાં થતા દુખાવાને દૂર કરવા માટે આ સૌથી અસરકારક દેશી ઈલાજ છે. શરદી કે ઉધરસ થાય તો સૌથી પહેલા ગળામાં બળતરા અને દુખાવો થવા લાગે છે તેને મટાડવા માટે હુંફાળા ગરમ પાણીમાં બે ચમચી મીઠું ઉમેરીને તેનાથી કોગળા કરવા જોઈએ. નિયમિત રીતે આવું કરવાથી છાતીમાં જ અમે લોકો પણ બહાર નીકળી જાય છે. 

અનાનસ 

અનાનસનો ઉપયોગ કરીને પણ ઉધરસને ઓછી કરી શકાય છે. તેની અંદર બ્રોમેલેન નામનું તત્વ હોય છે. તેનું સેવન કરવાથી ઉધરસ મટે છે. તેથી અનાનસના ટુકડા કરીને પણ તમે ખાઈ શકો છો અથવા તો અનાનસ નો તાજો રસ બનાવીને પીવાથી પણ ઉધરસમાં આરામ મળશે.

આદુ

આદુમાં અનેક ઔષધીય ગુણ હોય છે જે છાતીમાં જામેલા કફને દૂર કરવા માં અને ઉધરસ મટાડવામાં મદદ કરે છે. જ્યારે ઉધરસ થઈ હોય ત્યારે ચામાં આદુ ઉમેરીને પીવાનું રાખો અથવા તો પાણીમાં આદુનો રસ ઉમેરીને પીવાથી પણ રાહત થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news