Tooth Pain Remedies: ડહાપણની દાઢનો દુખાવો દુર કરવા ટ્રાય કરો આ ઘરગથ્થુ નુસખા, નહીં લેવી પડે દવા

Tooth Pain Remedies: જ્યારે ડહાપણની દાઢ આવે છે ત્યારે પેઢામાં સોજો, દાંતમાં દુખાવો, બેચેની જેવી તકલીફો થાય છે. ઘણા લોકોને આ દાઢ વાંકીચુંકી પણ આવે છે જેના કારણે દુખાવો વધી જાય છે. ડહાપણની દાઢનો દુખાવો થતો હોય ત્યારે કેટલાક ઘરેલુ નુસખા આરામદાયક સાબિત થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ દુખાવાથી તુરંત રાહત આપતા ઉપાયો વિશે.

Tooth Pain Remedies: ડહાપણની દાઢનો દુખાવો દુર કરવા ટ્રાય કરો આ ઘરગથ્થુ નુસખા, નહીં લેવી પડે દવા

Tooth Pain Remedies: 18થી 25 વર્ષની ઉંમર દરમિયાન દરેક વ્યક્તિને ડહાપણની દાઢ આવે છે. ડહાપણની દાઢ મોંમાં એકદમ પાછળની તરફ આવે છે. મોટાભાગના લોકોને જ્યારે આ દાઢ આવે છે ત્યારે અસહ્ય દુખાવો સહન કરવો પડે છે. ડહાપણની દાઢ આવતી હોય ત્યારે તીવ્ર પીડા સહન કરવી પડે છે. જ્યારે ડહાપણની દાઢ આવે છે ત્યારે પેઢામાં સોજો, દાંતમાં દુખાવો, બેચેની જેવી તકલીફો થાય છે. ઘણા લોકોને આ દાઢ વાંકીચુંકી પણ આવે છે જેના કારણે દુખાવો વધી જાય છે. ડહાપણની દાઢનો દુખાવો થતો હોય ત્યારે કેટલાક ઘરેલુ નુસખા આરામદાયક સાબિત થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ દુખાવાથી તુરંત રાહત આપતા ઉપાયો વિશે.

આ પણ વાંચો:

મીઠાનું પાણી

જ્યારે દાઢ આવતી હોય ત્યારે મોંમાં સોજો પણ રહેતો હોય છે. તેવામાં મીઠાના પાણીથી કોગળા કરવાથી રાહત મળે છે. દિવસમાં 3 થી 4 વખત હુંફાળા પાણીમાં મીઠું ઉમેરી કોગળા કરવાથી દુખાવામાં આરામ મળે છે. 

લવિંગનું તેલ

લવિંગના તેલમાં એવા ગુણ હોય છે જે દુખાવામાં તુરંત રાહત આપે છે. તેનાથી બેક્ટેરિયા પણ દુર થાય છે. તેના માટે દુખાવો થતો હોય તે જગ્યા પર લવિંગના તેલવાળું રુ કરી તેને રાખવું. તેનાથી દુખાવો દુર થાય છે અને સોજો પણ ઉતરે છે. 

ટી ટ્રી ઓઈલ

ટી ટ્રી ઓઈલ પણ દુખાવો દુર કરે છે. તેના માટે તેમાં થોડું નાળિયેરનું તેલ ઉમેરી પેઢા પર મસાજ કરો. તેનાથી દાઢના દુખાવામાં આરામ મલે છે. 

હીંગ

ડહાપણ દાઢના દુખાવાને દુર કરવા માટે હીંગ પણ ઉપયોગી છે. તેના માટે એક ચપટી હીંગમાં એક ચમચી મોસંબીનો રસ ઉમેરી રુની મદદથી દુખાવો થતો હોય ત્યાં લગાવો. 10 મિનિટ પછી હુંફાળા પાણીથી કોગળા કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news