પેટમાં ગેસની સમસ્યાથી છો પરેશાન, તો બદલો તમારી આ આદતો

પેટમાં ગેસ (Gas) થવો એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. ઘણી વખત, પેટમાં ગેસના કારણે ખૂબ જ તીવ્ર પીડા ઉત્પન્ન થાય છે. ગેસની સમસ્યા (Gas Problem)થી છૂટકારો મેળવવા માટે, લોકો જુદા જુદા ઘરેલું ઉપાયો (Gas Home Remedies) અપનાવે છે

પેટમાં ગેસની સમસ્યાથી છો પરેશાન, તો બદલો તમારી આ આદતો

નવી દિલ્હી: પેટમાં ગેસ (Gas) થવો એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન છે. ઘણી વખત, પેટમાં ગેસના કારણે ખૂબ જ તીવ્ર પીડા ઉત્પન્ન થાય છે. ગેસની સમસ્યા (Gas Problem)થી છૂટકારો મેળવવા માટે, લોકો જુદા જુદા ઘરેલું ઉપાયો (Gas Home Remedies) અપનાવે છે, પરંતુ તે છતાં પણ ઘણી વાર રાહત થતી નથી.

ગેસની છૂટકારો મેળવવા માટે બદલો તમારી આદતો
પેટમાં ગેસ બનવાનું કારણ તમારી ખાવા-પીવા (Food) અને સુસ્ત જીવનશૈલી (Lifestyle) હોય છે. આજે અમે તમને આ આદોતો (Unhealthy Habits) વિશે જણાવી છીએ, જેને બદલી ગેસની સમસ્યા (Gas Problem)થી સરળતાથી છૂટકારો મળવી શકાય છે.

વધારે સમય એક જગ્યા પર ના બેસો
ઘણીવાર સુધી બેસી રહેવાના કારણે પેટ (Stomach)માં ગેસ (Gas) બને છે. આ આદત કોમ્પ્યુટર (Computer) પર કામ કરતા લોકોમાં વધારે જોવા મળે છે. એક જ જગ્યા પર બેસી રહેવાથી ફૂડ પાચન થતું નથી અને પેટમાં ગેસ બને છે. તેથી તમારી આ આદતને બદલો અને થોડા સમય બાદ ખુરશીથી ઉઠી આમતેમ ફરો. આ કરવાથી ગેસની સમસ્યાથી છૂટકારો મળે છે.

સવારે નાસ્તો ન કરવાની આદત બદલો
કેટલાક લોકો સવારે નાસ્તો (Breakfast) કરતા નથી. જેના કારણે ખાલી પેટ ગેસ (Gas) બને છે. તેથી સવારે નાસ્તો જરૂર કરો. સવારે યોગ્ય સમય પર હેલ્ધી નાસ્તો કરવાથી પેટમાં ગેસ પણ નહીં બને અને શરીર પણ સ્વસ્થ રહશે.

વધારે ખાવાનું ખાવાની આદત છોડો
કેટલાક લોકો જરૂરિયાત કરતા વધારે ખાવાનું ખાય છે. આવું કરવાથી ખોરાકના પાચનમાં સમય લાગે છે અને પેટમાં ગેસ (Gas) બનવા લાગે છે. આ ઉપરાંત વધાર ખાવાનું ખાવાથી અન્ય કોઈ શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. તેથી હમેશા ઓછા પ્રમાણમાં ભોજન કરો.

વધારે તળેલી વસ્તુઓ ન ખાવી
ઘણા લોકોને તળેલા ખોરાક (Fried Food) ગમે છે. જો તમને પણ આ ટેવ હોય તો તરત જ તેને બદલો. તળેલું અને શેકેલું ખાવાથી ગેસની સમસ્યા થાય છે. આ સિવાય વધારે તળેલું અને શેકેલું ખાવાથી વજન પણ વધે છે અને કબજિયાત થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news