30 દિવસ સુધી લસણની 1 કળીનું કરો સેવન, આ જીવલેણ બીમારીઓ રહેશે દૂર, શરીરને થશે ગજબના ફાયદા
એક્સપર્ટનું માનવું છે કે તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ, હાઈ બીપી અને સુગરની બીમારીમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આવો જાણીએ લસણનું સેવન કરવાના ફાયદા...
Trending Photos
Garlic Benefits: ભારતમાં લગભગ મોટા ભાગના ઘરોમાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે. લસણ સ્વાદ વધારવાની સાથે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લસણ એક એવો મસાલો છે જેનું સેવન કરવાથી ભોજનનો સ્વાદ વધે છે અને બોડીને ઘણા ફાયદા મળે છે. દરરોજ કાચા લસણનું સેવન કરવાથી શરીર સારૂ રહે છે. કાચા લસણની દરરોજ એક કળીનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
એક્સપર્ટનું માનવું છે કે તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ, હાઈ બીપી અને સુગરની બીમારીમાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. આવો તેના ફાયદા જાણીએ..
ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે
લસણમાં વિટામિન સી અને વિટામિન બી6, મેંગનીઝ અને સેલેનિયમ હોય છે, જે ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે. યુએસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક રિસર્ચ પ્રમાણે જેમાં 146 લોકો સામેલ હતા, જાણવા મળ્યું કે જે લોકો દરરોજ લસણની એક કળીનું સેવન કરે છે તેને સંક્રમણ અને શરદી-ઉધરસનો ખતરો 63% સુધી ઓછો રહે છે.
બ્લડ પ્રેશર
દરરોજ લસણની એક કળી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તે બીપીને નોર્મલ રાખવામાં મદદ કરે છે. લસણમાં રહેલ એલિસિન યૌગિક બ્લડ વેસલ્સને આરામ આપે છે અને બ્લડ સર્કુલેશનમાં સુધાર કરે છે.
કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે
લસણનું સેવન કોલેસ્ટ્રોલના લેવલને પણ સારૂ બનાવવામાં મદદ કરે છે. તે બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. લસણનું સેવન હાર્ટના સ્વાસ્થ્યમાં સુધારો કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
બોડીમાંથી કચરો બહાર કાઢે છે
લસણમાં સલ્ફર યૌગિક હોય છે, જે બોડીમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરી શકે છે.
કઈ રીતે કરશો સેવન
લસણના સેવનથી થતાં ફાયદા ઉઠાવવા માટે તમે તેનું સેવન પાણીમાં પલાળી કરી શકો છો. કે દરરોજ એક લસણની કળીને પાણી સાથે લઈ શકો છો. આમ કરવાથી મોઢામાંથી સ્મેલ આવતી નથી.
ડિસ્ક્લેમરઃ સલાહ સહિત સામગ્રી માત્ર સામાન્ય જાણકારી આપે છે. આ કોઈ પ્રકારથી યોગ્ય સ્વાસ્થ્ય મતનો વિકલ્પ નથી. વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે તમારા ડોક્ટર સાથે ચર્ચા કરો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે