Fennel Seeds: દૂધમાં મિક્સ કરી પીવો આ દાણા, આંખના નંબરથી લઈ ખરાબ પાચનની સમસ્યામાં થશે સુધારો

Fennel Seeds: દૂધનો ઉપયોગ તમે પણ રોજ અલગ અલગ રીતે કરતાં જ હશો. સાથે જ જમ્યા પછી મુખવાસમાં વરીયાળી પણ લેતા હશો. પરંતુ શું તમે જાણો છો કે દૂધ અને વરીયાળી બંનેને એક સાથે લેવામાં આવે તો શરીરની ઘણી ગંભીર સમસ્યાઓથી રાહત મળે છે. તો ચાલો ફટાફટ જાણો કે વરીયાળીવાળુ દૂધ પીવાથી કેટલા ફાયદા થાય છે અને તેને કેવી રીતે બનાવવું.

Fennel Seeds: દૂધમાં મિક્સ કરી પીવો આ દાણા, આંખના નંબરથી લઈ ખરાબ પાચનની સમસ્યામાં થશે સુધારો

Fennel Seeds: દૂધ પીવાથી થતા ફાયદા વિશે તો તમે પણ જાણતા હશો. દૂધ એક સંપૂર્ણ આહાર છે જેને લેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે જ કેલ્શિયમ વિટામિન ડી જેવા પોષક તત્વો શરીરને મળે છે. દૂધની સૌથી ખાસ વાત એ છે કે તેમાં કેટલાક મસાલા ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો દૂધ ઔષધી બની જાય છે. આ મસાલા નો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. દૂધને ઔષધી સમાન બનાવતા મસાલામાંથી વરિયાળી પણ એક છે. દૂધમાં વરિયાળી ઉમેરીને પીવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. 

વરીયાળીવાળુ દૂધ પીવાથી થતા ફાયદા

આ પણ વાંચો:

દૂધ અને વરીયાળી બંને સ્વાસ્થ્ય માટે લાભકારક છે તેમાં જો તમે બંનેને એક સાથે પીવાનું રાખો છો તો તેનાથી ઘણી બધી બીમારીઓ દવા વિના દૂર થઈ જશે. વરીયાળી વાળું દૂધ નિયમિત પીવાથી શરીરને પોષક તત્વો મળે છે અને સાથે જ કેટલીક બીમારીઓથી રાહત પણ મળે છે. તો ચાલો તમને જણાવીએ કે દૂધ અને વરિયાળી સાથે પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે. 

વરીયાળી અને દૂધને સાથે લેવાથી મેટાબોલિઝમ સુધરે છે અને સાથે જ આંખનું તેજ પણ વધે છે. આ દૂધ પીવાથી પાચનમાં સુધારો થાય છે અને હાડકા પણ મજબૂત બને છે. 

દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ કુદરતી રીતે વધારે હોય છે તેમાં જો તમે વરીયાળી ઉમેરીને પીવો છો તો તેમાં પોષણનું પ્રમાણ વધી જાય છે અને તેનાથી હાડકા મજબૂત બને છે.

વરીયાળી એન્ટીકોક્સીડન્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે નિયમિત રીતે વરિયાળી વાળું દૂધ પીવાથી આંખની સમસ્યાઓથી રાહત મળે છે. 

આ પણ વાંચો:

વરીયાળી અને દૂધ સ્વાદ સંબંધિત સમસ્યા દૂર કરવામાં પણ મદદરૂપ છે. નિયમિત રીતે વરિયાળી વાળું એક ગ્લાસ દૂધ પીવાથી વાયરલ ઇન્ફેક્શનથી લડવા માટે શરીર સક્ષમ બને છે.

કેવી રીતે બનાવવું વરિયાળી વાળું દૂધ

તેના માટે એક ગ્લાસ દૂધને બરાબર ઉકાળો. દૂધ ઊકળે એટલે એમાં એક ચમચી વરિયાળી ઉમેરો. બંને વસ્તુ બરાબર ઉકળી જાય એટલે દૂધને ગાળી અને તેમાં સ્વાદ અનુસાર સાકર અથવા તો ગોળ અને ચપટી તજનો પાવડર ઉમેરી તેનું સેવન કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news