Egg Testing:ઇંડા ખાનારા સાવધાન, માર્કેટમાં મળી રહ્યા છે રબરના ઇંડા, અસલી ઇંડાને આ રીતે ઓળખો

Egg Quality Testing: માર્કેટમાં સિંથેટિક અને પ્લાસ્ટિકના ઇંડા આવે છે. તેને ખાવાથી સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. આવો જાણીએ કે કેવી રીતે તમે અસલી અને નકલી ઇંડાની ઓળખ કરી શકો છો. 
 

Egg Testing:ઇંડા ખાનારા સાવધાન, માર્કેટમાં મળી રહ્યા છે રબરના ઇંડા, અસલી ઇંડાને આ રીતે ઓળખો

Organic Eggs vs Synthetic Eggs: દર વર્ષની માફક આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતાં જ ફરી એકવાર માર્કેટમાં ઇંડાની ડિમાન્ડ વધી ગઇ છે. શિયાળામાં ઇંડાનું સેવન વધુ થાય છે, પરંતુ તમે જે ઇંડા ખાઇ રહ્યા છો તે શું અસલી છે? જી હાં, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે જોકે માર્કેટમાં આજકાલ નકલી ઇંડા પણ વેચાઇ રહ્યા છે. ઇંડાને અસલી કે નકલી હોવાની ઓળખ કર્યા વિના ખાવા તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આજના આ સમાચારમાં તમને અસલી અને નકલી ઇંડા સાથે જોડાયેલા ઓળખ વિશે જણાવીશું. 

નોઇડાની ન્યૂટ્રિનિસ્ટ રીમા હિંગારાની કહે છે કે આજકાલ માર્કેટમાં આર્ટિફિશિયલ અથવા સિંથેટિક ઇંડા વેચાઇ રહ્યા છે. તે તમને ફાયદો પહોંચાડતા નથી, પરંતુ તમને બિમાર કરી શકે છે. 

‌- સિંથેટિક ઇંડાનો સફેદ પાર્ટ રફ હશે અને નેચરલ ઇંડાનો ભાગ ચીકણો હોય છે.
‌- ઇંડાને બાફ્યા બાદ, તેને છોલીને કાપતા જો તેનો યોક જરૂર કરતાં વધુ પીળો દેખાય તો સમજી જાવ ઇંડામાં કંઇક ગરબડ છે.
‌- બજારમાં સિંથેટિક ઇંડા ઉપરાંત પ્લાસ્ટિકના ઇંડા પણ વેચાય છે.આ ચાઇનાથી આવે છે. જે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે. 
‌- નકલી ઇંડાનો સફેદ અને પીળો ભાગ, એક જ મટેરિયલમાંથી બને છે. એટલા માટે તેને મિક્સ કરતાં આ પરસ્પર મિક્સ થઇ જાય છે.
‌- ઇંડા તોડીને જોશો તો નકલી ઇંડાનો પીળો અને સફેદ પાર્ટ પરસ્પર મિક્સ થઇ જશે.
‌- કોઇ વાસમાં પાણી લો અને તેમાં ઇંડા નાખો. નકલી ઇંડા પાણીમાં ડૂબશે નહી, જ્યારે અસલી ડૂબી જશે. 
‌- નકલી ઇંડાને ખુલામાં રાખવાથી તેમાં માખીઓ અને કીડીઓ ન ચડે તો સમજી જાવ તમારું ઇંડુ નકલી છે.
‌- નકલી ઇંડા આગના સંપર્કમાં આવતાં આગ પકડી લે છે, કારણ કે આ પ્લાસ્ટિકથી મળીને બન્યા હોય છે. 

આર્ટિફિશિયલ અથવા પ્લાસ્ટિકના ઇંડા ખાવા વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખતરનાકા સાબિત થઇ શકે છે. આ ઇંડા અલગ-અલગ પ્રકારના કેમિકલ કંપાઉંડથી મિક્સ કરીને બનાવવામાં આવે છે. સિંથેટિક ઇંડાથી તમને પ્રોટીન નહી મળે, પરંતુ તમારું મેટાબોલિઝમ ખરાબ થઇ જાય છે. હવે વાત આવે છે આર્ટિફિશિયલ ઇંડા ખાવાથી આપવા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. નીચે વાંચો કે કેવી રીતે નકલી ઇંડા ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. 

મેટાબોલિઝમ પર ઇફેક્ટ
દિમાગ, નર્વસ સિસ્ટમ અને લિવર પર ખરાબ અસર.
લોહી બનવાની ક્ષમતા પર હાર્મફૂલ ઇફેક્ટ.
પેટ ખરાબ થવાની અસર.
બ્લડ પ્રેશર વધવું.
હાડકાં નબળા થવા.
કિડનીને નુકસાન. 

લોન્ગ ટર્મ ઇફેક્ટમાં તમાની જેટલી લાઇફસ્ટાઇલ ઇશ્યૂઝ છે, તે ધીમે ધીમે બતાવવાનું શરૂ કરી દેશે. જો હોર્મોન પર અસર થઇ રહી છે, તો છોકરીઓને પિરિયડ્સ પ્રોબ્લમ, હેર ગ્રોથ જલદી થવા, એક્નેની સમસ્યા. સામાન્ય લોકોને ડાયાબિટીસ વધવી. થાયરોડ વધવી, હાર્મોનલ ડિસ્બેલેન્સ જેવી સમસ્યા થઇ શકે છે.

આ રીતે ચેક કરો ઇંડાને ક્વોલિટી
પ્રયત્ન કરો કે તમે ઓર્ગેનિક ઇંડા જ લો.
જે દુકાનમાંથી ઇંડા ખરીદી રહ્યા છો, પહેલાં તે જાણી લો કે તે ઇંડા ક્યાંથી લાવે છે.
દોડધામ ભરેલી જીંદગીમાં આમ કરવું મુશ્કેલ છે, પરંતુ તેમછતાં પ્રયત્ન કરો કે જો તમે કોઇ ફાર્મ સાથે સંપર્કમાં હોવ તો ત્યાંથી ઇંડા ખરીદો. 

નેચરલ ઇંડા ખાવાના ફાયદા
ઇંડા પ્રોટીનનો સૌથી સારો સોસર્સ છે. આ શરીરમાં કેટલાક વિટામીન અને મિનિરલ્સની ઉણપને પણ પુરી કરે છે. જેમ કે વિટામીન એ, વિટામીન બી, વિટામીન બી12, વિટામીન ડી, આયોડીન, ઓમેગા-3 વગેરે. સામાન્ય રીતે એક ઇંડામાં 6 ગ્રામ પ્રોટીન હોય છે. 

આ રીતે બને છે પ્લાસ્ટિકના ઇંડા
સોડિયમ અલ્ઝિનેટને ગરમ પાણીમાં મિક્સ કરીને તેમાં જલેટિન, એલમ અને બેન્ઝોઇકને મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરી લેવામાં આવે છે. ત્યારબાદ આ મિશ્રણથી નકલી ઇંડા તૈયાર થાય છે. ઇંડાના પીળા અને સફેદ બંને ભાગને બનાવવામાં આ મિશ્રણનો ઉપયોગ થાય છે. પીળા ભાગ માટે બસ આ મિશ્રણમાં થોડો પીળો રંગ પણ મિક્સ કરવામાં આવે છે. જ્યારે ઇંડાના છિલકાને તૈયાર કરવા માટે કેલ્શિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news