Heartburn: રોજ થાય છાતીમાં બળતરા? તો આ ફળનો પાવડર રાખો ઘરમાં, આ રીતે લેવાથી દવા વિના મટી જાશે એસિડિટી
Home Remedy For Heartburn: સ્પાઈસી અને તળેલી વસ્તુઓ ખાવાથી છાતીમાં બળતરા અને એસિડિટીની ફરિયાદ રહેતી હોય છે. કેટલાક લોકો માટે તો એસિડિટી કાયમની સમસ્યા હોય છે. જો ખાવા પીવાના સમયમાં પણ ફેરફાર થઈ જાય તો છાતીમાં એવી બળતરા થાય કે જાણે પેટમાં આગ લાગી હોય. તો આવું તમારી સાથે પણ વારંવાર થતું હોય તો આજે તમને એક ઘરેલુ નુસખો જણાવીએ.
Trending Photos
Home Remedy For Heartburn: મોટાભાગના લોકો ચટાકેદાર સ્પાઈસી અને મસાલેદાર ભોજન કરવાનું પસંદ કરે છે. જોકે લોકોની આ પસંદ ઘણી વખત તેમની સમસ્યાનું કારણ પણ બને છે. ઘણી વખત સ્પાઈસી અને તળેલી વસ્તુઓ ખાવાથી છાતીમાં બળતરા અને એસિડિટીની ફરિયાદ રહેતી હોય છે. કેટલાક લોકો માટે તો એસિડિટી કાયમની સમસ્યા હોય છે. જો ખાવા પીવાના સમયમાં પણ ફેરફાર થઈ જાય તો છાતીમાં એવી બળતરા થાય કે જાણે પેટમાં આગ લાગી હોય. તો આવું તમારી સાથે પણ વારંવાર થતું હોય તો આજે તમને એક ઘરેલુ નુસખો જણાવીએ.
ઘરમાં કોઈને પણ છાતીમાં બળતરા કે એસિડિટી વારંવાર થતી હોય તો આ ફળનો પાવડર બનાવીને સ્ટોર કરી લેવો. આ પાવડરનું સેવન કરવાથી છાતીમાં બળતરાની સમસ્યા દવા વિના જ મટી જશે. જે ફળની અહીં વાત થઈ રહી છે તે છે આમળા. આમળાનો ઉપયોગ સ્વાસ્થ્ય સમસ્યા માટે અને ત્વચાની સમસ્યા માટે પણ કરવામાં આવે છે. વાળ અને સ્કીન માટે ફાયદાકારક આમળા એસિડિટીથી પણ રાહત આપી શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે જ્યારે કંઈ ખાવા પીવામાં ગડબડ થઈ જાય અને છાતીમાં બળતરા થવા લાગે તો તેને શાંત કરવા માટે આમળાનો પાવડર લઈ શકાય છે. આમળાનો પાવડર અસરકારક છે અને તેનાથી તુરંત જ રાહત મળે છે. આમળાનો પાવડર બજારમાં તૈયાર પણ મળે છે અને તમે આમળાની સિઝનમાં તેને બનાવીને સ્ટોર પણ કરી શકો છો. આમળાનું સેવન કરવાથી શરીરમાંથી ટોક્સિન પણ બહાર નીકળે છે.
જે લોકોને એસિડિટીની ફરિયાદ કાયમી રહેતી હોય તેમણે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી આમળાનો પાવડર પલાળીને રાખી દેવો. સવારે જાગીને આ પાણીને ગાળી અને ધીરે ધીરે પી લેવું. આમળાનું પાણી સવારે ખાલી પેટ પીવાથી પેટની ગરમી, એસીડીટી, છાતીમાં થતી બળતરા શાંત થાય છે. સવારે ખાલી પેટ આમળાનું પાણી પીવાથી પાચન ક્રિયા પણ સુધરે છે અને ગેસની સમસ્યા પણ મટી જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે