શું કોરોના સંક્રમિત માતા બાળકને કરાવી શકે છે સ્તનપાન? WHOએ આપ્યો આ જવાબ

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે તમામ પ્રાદેશિક અધિકારીઓ અને આરોગ્ય સંભાળ પ્રદાતાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ માતાઓને ખાતરી આપે કે કોવિડ-19 ની માર્ગદર્શિકા હેઠળ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયા બાદ પણ બાળકોને તેમનું દૂધ પીવડાવી શકે છે.
શું કોરોના સંક્રમિત માતા બાળકને કરાવી શકે છે સ્તનપાન? WHOએ આપ્યો આ જવાબ

નવી દિલ્હી: મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે તમામ પ્રાદેશિક અધિકારીઓ અને આરોગ્ય સંભાળ પ્રદાતાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ માતાઓને ખાતરી આપે કે કોવિડ-19 ની માર્ગદર્શિકા હેઠળ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયા બાદ પણ બાળકોને તેમનું દૂધ પીવડાવી શકે છે.

મંત્રાલયે કહ્યું કે માતાને કોરોના વાયરસથી સંક્રમિત થવા પર સ્તનપાનથી બાળકને સુરક્ષિત રાખવામાં મદદ મળે છે. જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અથવા તેમને સંક્રમિત થવાની શંકા છે તેઓ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) અને સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના દિશા નિર્દેશોનું પાલન કરે.

માતાઓ ખાતરી કરાવતા મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસ એમ્નિપોટિક દ્રવ અથવા માતાના દૂઘમાં નથી હોતો. તેનો અર્થ છે કે, ગર્ભાવસ્થા દરમિયાન અથવા સ્તનપાનથી વાયરસનું પ્રસાર થતો નથી.

મંત્રાલયે ટ્વિટ કર્યું, ક્ષેત્રીય પદાધિકારીઓ અને સ્વાસ્થય સેવા પ્રદાતા માતાઓને ખાતરી આપે કે કોવિડ-19ના ડબ્લ્યુએચઓ અને સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના દિશા-નિર્દેશો અંતર્ગત કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ પણ બાળકોને પોતાનું દૂધ પીવડાવી શકે છે.

તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, બાળકથી સંપર્કમાં આવતા પહેલા અને બાદમાં હાથને સ્વચ્છ સાબુથી ધોવો અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરો. માતાના દૂધ ઉપરાંત અન્ય કોઇ દૂધ બાળકને આપવામાં આવી રહ્યું છે તો તેના માટે એક કપનો ઉપયોગ કરો. કપ, બોટલ, નિપલ વગેરેને ટચ કરતા પહેલા પોતાના હાથ સારી રીતે ધોવો અને બાળકને કંઇપણ ખવડાવતા-પીવડાવતા લોકોની સંખ્યા સીમિત રાખો.

ડબ્લ્યુએચઓએ મંગળવારના કહ્યું હતું કે સ્તનપાનથી કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ખતરો નહિવત છે અને આવો કોઇ કેસ પણ સામે આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ સ્તનપાન સપ્તાહ દરમિયાન આ નિવદન જારી કરવામાં આવ્યું છે જે એકથી સાત ઓગસ્ટ વચ્ચે તેને ઉજવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news