Corona Effect: સીધો ફેફસાં પર ચોંટી જાય છે કોરોનાનો નવો પ્રકાર, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
કોરોના (Corona) વાયરસની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. જેનું કારણ છે કોરોના (Corona) નું ડબલ મ્યુટેશન. આ મ્યુટેશનનો વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના(Corona)ના વાયરસના ડબલ મ્યુટેશને કહેર મચાવ્યો છે. ડબલ મ્યુટેશનનો વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરી તેના રહસ્ય પરથી પડદો ઉંચક્યો છે. કોરોના(Corona)ના બે અલગ અલગ સ્ટ્રેઈન મળીને ત્રણ દિવસમાં જ ફેફસાં(lungs)ને ન માત્ર ચોંટી જાય છે પરંતુ તેનું વજન પણ ઓછું કરવા લાગે છે.
અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે દેશમાં કોરોના(Corona)ના દર્દીઓની સ્થિતિ એટલે ગંભીર થઈ રહી છે કારણ કે તપાસનો રિપોર્ટ આવે તે પહેલા જ તેમના 25 ટકા ફેફસાં(lungs) વાયરસની ચપેટમાં આવી જાય છે. વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો ત્યારે થયો જ્યારે તેમને ડબલ મ્યૂટેશન વાળા સ્ટ્રેઈન બી.1.617માં ડી 111 ડી, જી 142 ડી, એલ 452 આર, ઈ 484 ક્યૂ, ડી 614 જી અને પી 681 આર નામના મ્યૂટેશન્સ મળ્યા.
પુણેમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોને ઉંદરનો અભ્યાસ કરીને ખબર પડી કે સંક્રમણ થયા બાદ દર્દી ત્રીજા દિવસે જ ગંભીર રીતે બીમાર થવા લાગે છે. ઉંદરને તેમણે ડબલ મ્યૂટેશન આપ્યું તો ખબર પડી કે તેઓ ત્રીજા દિવસે જ પરેશાન થવા લાગ્યા હતા. તેમની અંદર વાયરલ લોડ વધુ જોવા મળી રહ્યો હતો. જે સીધી જીવલેણ સ્થિતિ તરફ ઈશારો કરે છે.
Google માંથી તમારા ડિલીટ થયેલાં Photos કઈ રીતે મેળવશો પાછા? અપનાવો આ સરળ Tips
વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. પ્રજ્ઞા યાદવે જણાવ્યું કે બી .1.617 નામના સ્ટ્રેઈનમાં વાયરસના બે-બે વેરિયંટની ઓળખ થઈ છે. આ સ્ટ્રેઈનમાં વાયરસના સ્પાઈક ક્ષેત્રમાં આઠ એમીનો એસિડ પરિવર્તન જોવા મળ્યા છે. જેનાથી તેની ગંભીરતા ખબર પડે છે. પરંતુ આ વેરિયેન્ટ ક્યાંથી આવ્યો તે રહસ્ય છે.
ભારત સહિત 21 દેશોમાં અત્યાર સુધીમાં આ મળી ચુક્યાછે. પરંતુ કારણ ખબર નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના એસસીડીસી અનુસાર 13 હજાર સેમ્પલના જીનોમ સીક્વસિંગમાં 3, 532 ગંભીર વેરિયન્ટ અત્યાર સુધીમાં ખબર પડ્યા છે. જેમાંથી 1527માં ડબલ મ્યૂટેશન વાળા વેરિયેન્ટ મળ્યા છે.
Mucormycosis: કોરોનાના દર્દીઓમાં Black Fungus ના કેસ વધી રહ્યા છે, બચાવ માટે ICMR એ બહાર પાડી એડવાઈઝરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે