તાંબાના વાસણમાં પાણી પીવાના અનેક ફયાદા, જાણો આ છે પાણી પીવાની યોગ્ય રીત
જૂના જમાનામાં લોકો રોજ સવારે ઉઠીને તાંબાના વાસણમાં પાણી પીતા હતા અને લાંબા સમય સુધી સ્વસ્થ રહેતા હતાં. કારણ કે આ વાસણોમાં પાણી પાવાના નિયમથી સારી રીતે જાણકાર હતાં.
Trending Photos
- તાંબાના વાસણમાં પાણી પીવાના અનેક ફાયદા
- શરીરને બેક્ટેરિયાથી બચાવે છે તાંબુ
- તાંબાના વાસણમાં પાણી પીવાની સાચી રીત શું છે?
નવી દિલ્હી: આયુર્વેદ માટે તાંબુ એક અત્યંત મહત્વપૂર્ણ ધાતુ છે. આવુ એટલા માટે છે કે હજારો વર્ષો સુધી ભારત અને અન્ય એશિયાઈ દેશમાં તાંબાના મોટા વાસણોમાં પાણી જમા કરાતું હતું. લોકો ગરમીમાં પણ ઠંડકનો અનુભવ કરવા માટે તાંબાના નાના વાસણોમાં પાણી પીતા હતા. તાંબાના વાસણમાં પાણી પીવાના પણ અનેક ફાયદા છે.
શરીરમાં બેક્ટેરિયાથી બચાવે છે તાંબુ
સૌથી સારા લાભમાં એક તાંબાના વાસણના તત્વો ખાસ કરીને બેક્ટેરિયાને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. હકીકતમાં તાંબુ ઈ.કોલી અને એસ. ઓરિયસ (બે પ્રકારના બેક્ટેરિયા પેટના દુખાવા અને આંતરડામાં ખેંચનું કારણ બની શકે છે)થી લડવા માટે શ્રેષ્ઠ છે. સ્વચ્છ પીવાના દુર્લભ સ્ત્રોતવાળા ગ્રામિણ વિસ્તારમાં લોકો તેને શુદ્ધ કરવા માટે તાંબાના વાસણમાં પાણી જમા કરે છે. આ વાસણોમાં 16 કલાક સુધી રાખવામાં આવેલું પાણી પીવાથી ડાયેરિયાના તમામ રોગ નષ્ટ થઈ જાય છે.
માથા માટે ફાયદાકારક
કોપર એક એવી ધાતુ છે માઈલિનના નિર્માણમાં મદદ કરી શકે છે. આ એક શીટ છે જે તંત્રિકાની કોશિકાઓ (nerve cells)ની સુરક્ષા કરે છે અને તમારા તમામ કોગ્રિટિવ ફંક્શન માટે મહત્વપૂર્ણ છે. એક અધ્યયનથી જાણવા મળ્યુ છે કે જે લોકોને માથામાં ખૂબ ઉંડો ઘા (traumatic brain injury) વાગ્યો હોય, જો તેમનું કોપર લેવલ ઓછુ છે તો તેને યોગ્ય કરવું ઘણું જ મુશ્કેલ રહે છે.
બેલેન્સ કરે છે મેટાબોલિક એનર્જી
આયુર્વેદ મુજબ દરેક વ્યક્તિ પાસે એક મુખ્ય ચયાપચય ઉર્જા હોય છે. તેને વાત, પિત્ત અને કફના નામથી ઓળખવામાં આવે છે. જો આ ઉર્જામાં કોઈ અસંતુલન છે. તો તમને આરોગ્યને લગતી સમસ્યાઓ અને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આયુર્વેદ માને છે કે તાંબાના વાસણનું પાણી પીવાથી તમામ પ્રકારની એનર્જીને બેલેન્સ કરવામાં મદદ મળે છે.
શરીરમાં કોપરની ઉણપથી થાય છે આ બીમારી
કોપર શરીર માટે અત્યંત જરૂરી છે. તે લોખંડ અને અન્ય મહત્વપૂર્ણ મગજના કામોને તોડવામાં મદદ કરવા માટે શીરમાં ઓછી માત્રામાં જોવા મળે છે. પરંતુ તાંબાની ઉણપના કારણે દુર્લભ હાઈપ્રોક્યુપ્રેમિયા થઈ શકે છે. એટલે જો સવારે સૌથી પહેલા તાંબાના વાસણનું પાણી પીવાની આદત રાખશો તો તેમાં તેની ઉણપથી થનારી બીમારીઓ નહીં થાય.
તાંબાના વાસણમાં પાણી પાવાની સારી રીત
1) એવો ગ્લાસ પસંદ કરો જે આખે આખો તાંબાથી બનેલો હોય અથવા અન્ય ધાતુના નિશાનની સાથે મિશ્રણ થયેલું ના હોય. નહીં તો તમને તાંબાના ઉપયોગનો પૂર્ણ લાભ નહીં મળે.
2) તાંબાના વાસણનો ઉપયોગ કરતા પહેલા તેને લીંબુ અને પાણીથી ધોઈ લો. કોઈ ડિશવોશિંગ સાબુનો ઉપયોગ ન કરો. કારણ કે તે સૌથી વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
3) પોતાના વાસણમાં પાણી ભરીને તમારા પલંગ પાસે રાખી દો અને સવારે સૌથી પહેલા તેને પી લો. આવું કરવાથી પાણીનો સ્વાદ થોડો વિચિત્ર લાગશે પણ તમને ધીમે ધીમે તેની આદત પડી જશે.
4) આ સિવાય સવારે સૌથી પહેલા શરીરને સ્ફૂર્તિલુ બનાવવા માટે એક ગ્લાસ સ્વચ્છ અને ઠંડા પાણીથી બીજું કઈ નથી.
આ પણ વાંચો:- અમદાવાદ-બગોદરા હાઈવે પર ખાનગી બસે મારી પલટી, 34 લોકો ઘાયલ; 3 બાળકો સહિત 11 ને ગંભીર ઇજા
તમારે તાંબાના વાસણ સાથે શું ન કરવું જોઈએ?
1) આયર્વેદ તાંબાના વાસણમાં દિવસમાં માત્ર બે વખત પાણી પીવાની સલાહ આપે છે તેનાથી વધુ નહીં. વિશેષજ્ઞ તાંબાના વાસણોને સતત ત્રણ મહિના સુધી વાપર્યા બાદ આ પાણીને એક મહિનાના અંતર બાદ પીવાની સલાહ આપે છે.
2) જ્યારે તાંબાના વાસણમાંથી પાણી પીવુ બિલકુલ ટોગ્ય નથી પરંતુ તેમાં જમવાનું ન બનાવવું. કોપર ટોક્સિટી એક વાસ્તવિકતા છે. તાંબાના વાસણમાં જમવાનું બનાવવાથી આપણા ભોજનમાં અને આપણી સિસ્ટમમાં તાંબાની વધુ માત્રા થઈ શકે છે. જો તમારા શરીરમાં અત્યંત વધુ માત્રામાં તાંબુ જતુ રહ્યું છે તો તમને પેટમાં દુખાવો અને ઝાડા પણ થઈ શકે છે.
3) જો તમે તાંબામાં જમવાનું બનાવવાનું ચાલુ રાખશો તો તમારા લિવરને પણ ગંભીર નુકસાન પહોંચવાનું જોખમ વધી શકે છે. આ જ કારણ છે કે તાંબાના જમવાનું બનાવવાના વાસણ સ્ટેનલેસ સ્ટીલ અથવા લોખંડની સાથે બનેલા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે