Child Care: જાણો આ રીતે સૂવાથી મસ્ત રહે છે બાળકની હેલ્થ, કામ લાગે એવી છે આ Tips
બાળક માટે સારી ઉંઘ અને સુવાની સાચી પોઝિશન ખૂબ જરૂરી છે. ત્યારે ઘણીવાર માતા-પિતા માટે તે જાણવું ખૂબ મુશ્કેલ છે તે તેમના બાળક માટે કઈ પોઝિશન ફાયદાકારક હશે.
Trending Photos
નવી દિલ્લીઃ બાળક માટે સારી ઉંઘ અને સુવાની સાચી પોઝિશન ખૂબ જરૂરી છે. ત્યારે ઘણીવાર માતા-પિતા માટે તે જાણવું ખૂબ મુશ્કેલ છે તે તેમના બાળક માટે કઈ પોઝિશન ફાયદાકારક હશે. નવજાત શિશ ખુદની ક્ષમતાથી કોઈ કામ નથી કરી શકતા. એટલે તેને પેટના બળેથી સુવડાવવું ત્યારે જ ઠીક રહેશે જ્યારે તેની આસપાસ કોઈ ધ્યાન રાખવા માટે બેઠું હોય.
નવજાત શિશુ મોટાભાગનો સમય પીઠના બળે પલંગ કે ઘોડિયામાં સુવે છે. અથવા તો કોઈના ખોળામાં સુવે છે. ત્યારે તમે ક્યારેય વિચાર કર્યો છે કે બાળકને પેટના બળે સુવડાવવું જોઈએ. મોટાભાગના માતા-પિતાને એ વાતનો ખ્યાલ નથી કે પેટના બળે બાળકને સુવડાવવું કેટલું લાભદાયી હોય છે. એવું કરવાથી નવજાક બાળકનો વિકાસ ખૂબ સારી રીતે થાય છે. જો તમે આવું કરો તો બાળકની ઘણી પ્રતિક્રિયાઓ તમને જોવા મળશે. એટલું જ નહીં પણ આવું કરવાથી તમે તમારા બાળકમાં ઘણા બદલાવ જોશો. આ ત્રણ એવા કારણ છે જેનાથી તમને ખબર પડશે કે આવું શા માટે કરવું જોઈએ.
ફ્લેટ સ્પૉટ રોકે છે-
બાળક મોટાભાગે પીઠના બળે સુવે છે. જો તમારું બાળક મોટાભાગે સીધું ફરીને સુવે છે તો તેના સ્કલ એટલે કે, ખોપરીના હાડકામાં ફ્લેટ બનવા લાગશે છે. જેને પોઝિશનલ પ્લેગિયોસેફલી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલા માટે જરૂરી છે કે તમે બાળકને ઉંધા ફરીને સુવડાવો.
માંસપેશી માટે ફાયદાકારક-
ટમી ટાઈમ તમારા બાળકની રર્દન અને ખભાની માસપેશીને મજબૂત કરે છે. આ તમારા બાળકને ત્યારે મદદ કરે છે જ્યારે તે બેસવાનું શરૂ કરશે. પેટના બળે સુવાથી બાળકને કોરની માંસપેશીઓને મજબૂત કરવામાં મદદ મળે છે.
અભ્યાસ મુજબ, જો બાળક આ સ્થિતિમાં સમય વિતાવે છે તો તેના મોટર કૌશલના વિકાસમાં મોડું થવાની સંભાવના છે.
પેટના બળે સુવાથી બાળકને શારીરિક ગતિવિધિઓમાં મદદ મળે છે. જે તેના વેસ્ટિબુલર સિસ્ટમને વિકસિત કરવામાં મદદ કરે છે.
સુરક્ષિત રીતે બાળકને સુવડાવો-
ફર્શ પર પલંગમાં બાળકને પેટના બળથી થોડીવાર માટે સુવડાવો. શરૂઆતમાં તેને દિવસમાં બે વખત માત્ર 3 મિનિટ માટે આવી રીતે સુવડાવો. જ્યારે તમારા
બાળકને તેની આદત પડી જાય પછી તેનો સમય વધારી શકો છો. આ સાથે તમારા બાળક પાસે અમુક રમકડા પણ રાખી શકો છો જેથી તે રમી શકે.
અમુક બાળકોને ટમી ટાઈમ ખૂબ પસંદ હોય છે જ્યારે અન્ય બાળકને તેમાં મજા નથી આવતી. એક ખાસ વાતનું ધ્યાન એ પણ રાખો કે, તમારા બાળકને ત્યારે જ ઉંધા ફરીને સુવડાવો જ્યારે તે જાગતું હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે