આંખની આ 5 બીમારીઓના કારણે આવી શકે છે અંધાપો, લક્ષણ દેખાય એટલે તુરંત કરાવો સારવાર

Eye Infection: આંખની બીમારી હાલ ખૂબ જ વધી રહી છે. આંખની સમસ્યા ગંભીર હોય તો ડર અંધત્વનો વધી જાય છે. આંખના રોગના કારણે ઘણીવાર દ્રષ્ટિ પણ પ્રભાવિત થઈ જાય છે. જો કે આંખ સંબંધિત કેટલીક બીમારીઓ એવી હોય છે જે થોડા સમય પછી આપોઆપ ઠીક થઈ જાય છે. જ્યારે કેટલાક રોગ આંખોમાં લાંબા સમય સુધી રહે છે. આ માટે ડોક્ટર પાસે સારવાર કરાવવી જરૂરી હોય છે. 

આંખની આ 5 બીમારીઓના કારણે આવી શકે છે અંધાપો, લક્ષણ દેખાય એટલે તુરંત કરાવો સારવાર

Eye Infection: આંખની બીમારી હાલ ખૂબ જ વધી રહી છે. આંખની સમસ્યા ગંભીર હોય તો ડર અંધત્વનો વધી જાય છે. આંખના રોગના કારણે ઘણીવાર દ્રષ્ટિ પણ પ્રભાવિત થઈ જાય છે. જો કે આંખ સંબંધિત કેટલીક બીમારીઓ એવી હોય છે જે થોડા સમય પછી આપોઆપ ઠીક થઈ જાય છે. જ્યારે કેટલાક રોગ આંખોમાં લાંબા સમય સુધી રહે છે. આ માટે ડોક્ટર પાસે સારવાર કરાવવી જરૂરી હોય છે. આંખ શરીરનું સૌથી નાજુક અંગ છે. નાની ઈજા પણ આંખોની દ્રષ્ટિ ખરાબ કરી શકે છે. આ જ કારણ છે કે આંખોમાં થતી કેટલીક બીમારીઓને લઈને સાવધાન રહેવું જોઈએ. આજે તમને આવી જ બીમારીઓ વિશે જણાવીએ.

આંખના આ રોગોથી અંધત્વનું વધે છે જોખમ

આ પણ વાંચો:

 

ડાયાબિટીક રેટિનોપેથી

ડાયાબિટીક રેટિનોપેથીમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય ત્યારે આંખોને પણ તે અસર કરે છે. હાઈ બ્લડ શુગરને કારણે રેટિના ડેમેજ થવા લાગે છે. ડાયાબિટીસના દર્દીઓ આ સ્થિતિમાં રેટિના ડિટેચમેન્ટ, સોજો અથવા રક્તસ્રાવ જેવી સમસ્યાઓ અનુભવે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો અંધત્વની સમસ્યા થઈ શકે છે.

મોતિયો

મોતિયામાં આંખના લેન્સ વાદળછાયા બની જાય છે. જો આ રોગની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. જોકે મોતિયા કોઈપણ ઉંમરે લોકોને થઈ શકે છે. જોકે તેના મોટાભાગના કિસ્સાઓ વૃદ્ધાવસ્થામાં જોવા મળે છે.

મેક્યુલર ડિજનરેશન
 
મેક્યુલર ડિજનરેશન એ વય-સંબંધિત રોગ છે જે કેન્દ્રીય દ્રષ્ટિ ગુમાવવાનું કારણ બને છે. આ રોગ સામાન્ય રીતે વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. તેમાં આંખની દ્રષ્ટિ ખૂબ જ ઝાંખી થઈ જાય છે અને રેટિના નબળો પડવા લાગે છે. 

ગ્લુકોમા

ગ્લુકોમા એક એવી સ્થિતિ છે જેમાં આંખમાંથી મગજમાં જતા રેટિના ન્યુરોન્સને નુકસાન થવા લાગે છે. આ સ્થિતિ એટલી ગંભીર છે કે તે અંધત્વનું કારણ પણ બની શકે છે. જો કે આ રોગની વહેલી ખબર પડી જાય તો સમયસર સારવાર લઈને તેને કાબુમાં લઈ શકાય છે.

રેટિનાઇટિસ પિગમેન્ટોસા

આંખોનો આ આનુવંશિક રોગ છે. આ રોગ આંખોને નબળી બનાવવાનું કામ કરે છે અને સમય જતાં આંખ બગડતી જાય છે. આ રોગ સંપૂર્ણપણે નાબૂદ થઈ શકતો નથી. 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news