White Hair: આ બીજમાંથી બનાવેલું તેલ માથા પર લગાવો, સફેદ વાળ સહિતની અનેક સમસ્યાઓ દૂર થશે

White Hair Problem: સફેદ વાળની સમસ્યાઓ દૂર કરવા માટે તમે અત્યાર સુધી ઘણી વસ્તુનો ઉપયોગ કર્યો હતો, એકવાર બ્લેક કરંટ સીડ ઓયલનો પણ ઉપયોગ કરી શકો છો. 

White Hair: આ બીજમાંથી બનાવેલું તેલ માથા પર લગાવો, સફેદ વાળ સહિતની અનેક સમસ્યાઓ દૂર થશે

નવી દિલ્હીઃ Black Currant Seed Oil For Premature White Hair: નાની ઉંમરમાં વાળ સફેદ થવા એ વર્તમાન યુગની મોટી સમસ્યા બની ગઈ છે, તેનાથી છુટકારો મેળવવો એટલો સરળ નથી. જ્યારે 20 થી 25 વર્ષના યુવકના માથા પર પ્રથમ વખત સફેદપણું જોવા મળે છે, ત્યારે તે તણાવમાં વધારો કરે છે. આ કારણે ઘણી વખત તેઓ આત્મવિશ્વાસના અભાવ અને શરમનો સામનો કરે છે. કેટલાક યુવાનો કેમિકલયુક્ત હેર ડાઈ અથવા મોંઘા હેર કલરનો ઉપયોગ કરે છે, પરંતુ તેના કારણે વાળને નુકસાન અને શુષ્કતાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં એવો કયો ઉપાય છે જેની મદદથી સફેદ વાળને કાળા કરી શકાય છે.

આ ફળના તેલથી વાળને થશે ફાયદો
આપણામાંથી ઘણા લોકો એવા છે જેને બ્લેક કરન્ટ આઇસક્રીમ ખુબ પસંદ આવે છે. કેટલાક લોકોએ બ્લેક કરંટ કેક પણ ખાધી હશે. આ ફળનો ઉપયોગ આપણા વાળ માટે પણ કરી શકાય છે. શું તમે ક્યારેય બ્લેક કરન્ટ સીડ ઓયલ ટ્રાઈ કર્યું છે. તેને વાળના પોષણ પ્રમાણે ખુબ લાભકારી માનવામાં આવે છે. જો તમે પણ તેના ફાયદા જાણી લેશો તો આ તેલનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેશો.

બ્લેક કરન્ટ સીડ ઓયલને કરો ટ્રાઈ
બ્લેક કરંટ દેખાવમાં જાંબુ જેવું લાગે છે. તેનું ઉત્પાદન ખાસ કરીને યુરોપ અને એશિયામાં થાય છે. તેનો ઉપયોગ ન માત્ર ડિશેઝમાં કરવામાં આવે છે પરંતુ તે ઔષધિ નિર્માણમાં પણ કામ આવે છે. આ ફળના બીજથી બ્લેક કરંટ ઓયલ બનાવવામાં આવે છે. તેમાં વિટામિન સી અને વિટામિન એની માત્રા ખુબ વધુ હોય છે, જે વાળના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. 

બ્લેક કંરટ સીડ ઓયલથી વાળને મળતા ફાયદા
1. બ્લેક કરંટના બીજથી બનેલા તેલને જો વાળ પર લગાવવામાં આવે તો સફેદ વાળને ડાર્ક કરવામાં મદદ મળશે. 

2. જે લોકોને હેર ઓયલની પરેશાની છે તેને બ્લેક કરંટ સીડ ઓયલનો ઉપયોગ જરૂર કરવો જોઈએ, તેનાથી વાળ ખરવાના બંધ થઈ જશે. 

3. બદલાતા વાતાવરણને કારણે સ્કેલ્પમાં  ડેન્ડ્રફની સમસ્યા સામાન્ય વાત છે, આ તેલમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ડેન્ડ્રફને દૂર કરે છે. 

4. જો વાળમાં ડ્રાયનેસ હોય તો તેનો લુક ખૂબ જ વિચિત્ર બની જાય છે, આ સ્થિતિમાં કાળા કિસમિસના બીજ તેલનો ઉપયોગ કરવો જ જોઇએ.

5. કાળા કરંટના બીજમાંથી બનેલા તેલની મદદથી માથાના વાળ ઝડપથી વધે છે, કારણ કે આ તેલમાં વાળના વિકાસના ગુણો જોવા મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતી નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news