Home Remedies: અળાઈથી છૂટકારો અપાવશે આ રસળ ઘરેલું ઉપાય, ચપટી વગાળતા જ મળશે આરામ

ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં અળાઈઓ (Heat Rash) થવી સમાન્ય વાત છે. ખાસ કરીને નાના બાળકો તેનાથી વધુ પ્રભાવિત થયા છે. તેમાં ખંજવાળની સાથે બળતરા પણ થવા લાગે છે

Home Remedies: અળાઈથી છૂટકારો અપાવશે આ રસળ ઘરેલું ઉપાય, ચપટી વગાળતા જ મળશે આરામ

નવી દિલ્હી: Heat Rash Remedies: ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં અળાઈઓ (Heat Rash) થવી સમાન્ય વાત છે. ખાસ કરીને નાના બાળકો તેનાથી વધુ પ્રભાવિત થયા છે. તેમાં ખંજવાળની સાથે બળતરા પણ થવા લાગે છે. અળાઈઓના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે અને કામ કરવામાં પણ મન નથી લાગતું. ઉનાળામાં પોતાના સ્વાસ્થ્ય અને ત્વચાનો ખાસ ખ્યાલ (Summer Remedies) રાખવાની જરૂરિયાત હોય છે.

અળાઈઓ થવા પર અપનાવો ઘરેલું ઉપાય
જ્યારે ઉનાળામાં (Summer Remedies) ઘણી જરૂર હોય ત્યારે જ ઘરની બહાર નીકળો. દિવસભર પુષ્કળ પાણી પીવો અને તડકામાં બહાર નીકળતી વખતે તમારા શરીર અને ચહેરાને સારી રીતે ઢાંકી દો. જો તમને અથવા તમારા કોઈ નજીકના વ્યક્તિને આ અળાઈઓની સમસ્યા છે તો કેટલાક ઘરેલું ઉપાય (Home Remedies) અજમાવો અને તેનાથી રાહત મેળવો.

1. ઠંડું દહીં ખૂબ ઉપયોગી થશે
અળાઈઓથી છુટકારો મેળવવા માટે ઠંડું દહીં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. અડધા બાઉલમાં ઠંડા દહીંમાં ફુદીનાના પાવડરને મિક્સ કરો. આ પેસ્ટને અળાઈઓ પર હળવા હાથથી લગાવો. થોડા સમય પછી સ્નાન કરો. આ પેસ્ટ દિવસમાં બે વખત લગાવી શકાય છે.

2. બરફને રાખો તમારી આસપાસ
જો અળાઈની સમસ્યા વધે છે, તો બરફના 2 અથવા 3 ટુકડા સુતરાઉ કાપડમાં બાંધી લો. હળવા હાથે તેનાથી અળાઈઓ ઉપર માલિશ કરો. આ કરવાથી તમને 5-10 મિનિટમાં આરામ મળશે.

3. પપૈયાને અવગણશો નહીં
પાકેલા પપૈયાના ટુકડાની પેસ્ટ બનાવો. તેમાં ઘઉંનો લોટ ઉમેરો. હવે આ પેસ્ટને અળાઈઓ પર લગાવો અને હળવા હાથે માલિશ કરો અને પછી સ્નાન કરો. આ તમને ઘણો આરામ આપશે. પપૈયા તમારી ત્વચાને ઠંડુ કરશે અને ઘઉંનો લોટ મૃત કોષોથી છુટકારો મેળવવામાં મદદ કરશે. આ પેસ્ટ દિવસમાં બે વખત વાપરી શકાય છે

4. કાકડીમાંથી મળશે ઠંડક
એક કાકડીને ક્રસ કરી તેમાં ચંદન પાવડર મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને ફ્રિજમાં રાખો. એકવાર તે ઠંડુ થઈ જાય પછી તેને અળાઈઓ પર લગાવો અને સુકાવા દો. ત્યારબાદ સ્નાન કરી લો. આ ત્વચાને ઠંડક આપશે અને અળાઇઓથી પણ રાહત આપશે.

5. અસરકારક છે ઓટમીલ રેસીપી
અડધા બાઉલ ઠંડા દૂધમાં એક ચમચી ઓટમીલ મિક્સ કરો. ઠંડુ થવા માટે તેને ફ્રિજમાં રાખો. તે પછી, અળાઈઓ પર 10-15 મિનિટ માટે તેની માલિશ કરો. ત્યારબાદ સ્નાન લો. તે દિવસ દરમિયાન ઘણી વખત લગાવી શકાય છે. આ ત્વચાની સુંદરતામાં વધારો કરે છે અને અળાઈની સમસ્યાને પણ દૂર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news