આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો

કોઈક જ એવો વ્યક્તિ હશે જેણે પોતાના ઘરે કેળાનું ફળ ન ખાધુ હોય. એક કોમન ફ્રૂટની સાથે આ ફ્રૂટથી સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. પરંતુ કેળાને કઈ રીત સાચવીએ, તેની તમામ લોકોને ચિંતા હોય છે. ત્યા

આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો

નવી દિલ્લીઃ જ્યારે પણ ગ્રાહકો બજારમાંથી કેળા ખરીદીને ઘરે પહોંચતા હોય તો તેમને સૌથી મોટી ચિંતા એ જ હોય છે, આ ફળ કેટલા સમય સુધી ફ્રેશ રહેશે. અથવા તો આ કેળા ખરાબ થઈ જશે તો તેને કઈ રીતે ખાઈ શકાશે. જોકે હવે તમારે આ ચિંતા કરવાની જરૂર નથી. 

કોઈક જ એવો વ્યક્તિ હશે જેણે પોતાના ઘરે કેળાનું ફળ ન ખાધુ હોય. એક કોમન ફ્રૂટની સાથે આ ફ્રૂટથી સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. પરંતુ કેળાને કઈ રીત સાચવીએ, તેની તમામ લોકોને ચિંતા હોય છે. ત્યારે આવો આજે તમને 5 એવી ટ્રિક્સ બતાવી રહ્યા છીએ, જેથી એક અઠવાડિયા સુધી કેળા ફ્રેશ જ રહેશે. 

કેળાને ખરાબ થતા બચાવવા માટે બજારમાંથી એન્ગલની ખરીદી કરો. અને એન્ગલ પર કેળાને લટકાવો. એન્ગલ પર લટકાવીને રાખવાથી કેળા કેટલાક દિવસ સુધી ખરાબ થતા નથી. સામાન્ય રીતે ખાણી-પીણીની ચીજ વસ્તુઓને ફ્રેશ રાખવા માટે ફ્રિઝનો ઉપયોગ કરવામાં આવે છે, જોકે કેળાને ફ્રિઝમાં રાખી ન શકાય. કેળાને સામાન્ય તાપમાનમાં રાખવાથી ખરાબ થતા અટકાવી શકાય છે. 

વેક્સ પેપરનો ઉપયોગ કરીને પણ કેળાને ફ્રેશ રાખી શકાય છે. જે માટે કેળાને વેક્સ પેપરથી ઢાંકીને રાખવા જોઈએ. વેક્સ પેપરથી ઢાંકી રાખવાથી કેળા જલ્દી બગડતા નથી. કેળાને લાંબા સમય સુધી ખરાબ થતા અટકાવવા માટે પ્લાસ્ટિક અથવા સોલો ટેપ લગાવી દેવી જોઈએ. જેથી કેળાને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકાય છે.

વિટામિન Cની ટેબલેટ કેળાને ફ્રેશ રાખવા માટે શાનદાર અને સાયન્ટિફિક ઉપાય છે. જે માટે વિટામિન Cની ટેબલેટને પાણીમાં નાખી દેવી. આ પાણીમાં રાખવાથી પણ કેળા લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડયા તેની પુષ્ટી કરતુ નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news