કરોડો મહિલાઓની સમસ્યા આ એક ગુજરાતણે દૂર કરી, શોધી કાઢ્યો એવા કાંસકો જેનાથી વાળ નહિ તૂટે

Hair Problem : ગુજરાતની એક મહિલાએ LED કાંસકો બનાવ્યો છે, જેનાથી વાળ ખરતા અટકે છે, સાથે જ વાળમાંથી ડેન્ડ્રફ પણ દૂર થાય છે
 

કરોડો મહિલાઓની સમસ્યા આ એક ગુજરાતણે દૂર કરી, શોધી કાઢ્યો એવા કાંસકો જેનાથી વાળ નહિ તૂટે

LED Hairbrush : આજની દરેક મહિલાની એક જ સમસ્યા છે કે વાળ બહુ જ ખરે છે. દરેક મહિલાને એવો ડરે છે કે ક્યાંક તે ટાલિયા તો નહિ બની જાય ને. વાળની સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે. આવામાં ગુજરાતની એક મહિલાએ એક એવી શોધ કરી છે જે કરોડો મહિલાઓ માટે આશાનું નવુ કિરણ લઈને આવી છે. મહિલાઓની આ સમસ્યા જોઈને ગુજરાતની તનીષાને એવુ થયું કે, એવુ કંઈક કરું કે મહિલાઓની સમસ્યા દૂર થાય. ડેન્ડ્રફ અને ખરતા વાળ માટે મહિલાઓ લાખો રૂપિયા ખર્ચે છે, પંરતુ દરેકની તાકાત આટલા રૂપિયા ખર્ચવાની હોતી નથી. તેથી તેઓએ LED કાંસકો બનાવ્યો.

મૂળ ભાવનગરના તનીષા લાખાણી હાલ અમદાવાદમાં રહે છે. તેઓ શરૂઆતમાં અલગ અલગ બ્યૂટી પ્રોડક્ટની કંપનીમાં નોકરી કરતા હતા. પરંતું તેના બાદ તેઓને કંઈક કરવાની ઈચ્છા થઈ. તેથી તેઓએ બે વર્ષ પહેલા પોતાની કંપની શરૂ કરી. જેમાં તેઓએ સ્કીન અને હેલ્થકેર પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું. આ બાદ તેઓએ નવી નવી પ્રોડક્ટ લોન્ચ કરવાનુ શરૂ કર્યું. પરંતુ તેઓને મહિલાઓની વાળની સમસ્યા માટે કંઈક કરવુ હતું. તેથી તેઓએ LED કાંસકાની શોધ કરી. 

આ LED કાંસકો વાળ ખરવાની સમસ્યા તો દૂર કરે જ છે, સાથે જ વાળમાંથી ડેન્ડ્રફ પણ દૂર કરે છે. તનીષાએ રિસર્ચ બાદ આ કાંસકો તૈયાર કર્યો છે. જેના ફાયદા અદભૂત છે. 

LED કાંસકાના ફાયદા
કાંસામા લાલ અને વાદળી કલરની લાઈટ છે. બંને કલરની લાઈટ અલગ અલગ કામ કરે છે
કાંસકામાં વાઇબ્રેટર હોવાથી તેનાથી મસાજ પણ થઈ શકે છે
તેમજ સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન પણ ઇમ્પ્રૂવ થાય છે
કાંસકામાં લાલ કલરની લાઈટથી વાળને મજબૂતી મળે છે, જ્યારે વાદળી કલરની લાઈટથી વાળમાં રહેલા ડેન્ડ્રફ કે કચરો પણ રહેતો નથી
કાસકામાં વાઇબ્રેશનથી વાળ પણ મજબૂત થાય છે

આજકાલ વાળની સમસ્યાથી નિજાત મેળવવા જ્યાં મહિલાઓ લાખો રૂપિયા પાર્લરમાં જઈને ખર્ચે છે, છતાં કોઈ સોલ્યુશન આવતુ નથી. પરંતું આ કાંસકાથી વાળ ઉતરવાની સમસ્યામાં 67 ટકાનો ઘટાડો થાય છે તેવુ તનીષાનો દાવો છે. તો સાથે જ વાળનો ગ્રોથ પણ 98 ટકા વધે છે. 

કાંસકા માટે ISO અને BIS સર્ટિફિકેટ પણ મેળવાયા છે. માર્કેટમાં કાંસકો લાવ્યા બાદ તેને લોકો સુધી પહોંચાડવું તનીષા માટે અઘરું હતુ. છતાં તેઓએ ધીરે ધીરે લોકોમાં વિશ્વાસ કેળવ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news