Deadly Virus: ડાયરેક્ટ મગજ પર એટેક કરે છે આ 5 જીવલેણ વાયરસ, પાંચમો વાયરસ સૌથી ખતરનાક
5 Deadly Virus: કેટલાક ખતરનાક વાયરસ એવા હોય છે જે ડાયરેક્ટ મગજ પર એટેક કરે છે. આવા વાયરસ વિશે લોકો જાણતા નથી. આ વાયરસ મગજમાં સોજો અને ઈન્ફેકશન વધારે છે. આજે તમને આ 5 જીવલેણ વાયરસ વિશે જણાવીએ.
Trending Photos
5 Deadly Virus: મગજની બીમારીઓનું સંકટ દિવસેને દિવસે વધતું જાય છે. બ્રેન સ્ટ્રોકના કેસની સંખ્યા પણ ઝડપથી વધે છે. મગજ સંબંધિત સમસ્યામાં જો સારવાર તુરંત ન મળે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. માથામાં દુખાવો, સોજો, ગરદન જકડાઈ જવી સહિતની સમસ્યા બ્રેન હેલ્થ સંબંધિત હોય છે. આ સંકેતોને સમજીને બીમારીની સારવાર પર ધ્યાન આપવું જોઈએ.
મગજ પર અસર કેટલીક વખત વાયરસના કારણે પણ થતી હોય છે. વાયરસના કારણે તાવ, ઉલટી જેવા લક્ષણો જણાય તો લોકો તેને સામાન્ય સમજે છે પરંતુ આ વાયરસના એટેકના કારણે પણ હોઈ શકે છે. આજે તમને 5 એવા વાયરસ વિશે જણાવીએ છે મગજને ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત કરે છે. આ વાયરસના કારણે વ્યક્તિ કોમામાં સરી પડે છે અથવા તો તેનું મોત થાય છે.
વેસ્ટ નાઈલ ફીવર
આ સમસ્યામાં તાવ આવવો, માથાનો દુખાવો, ગરદન જકડાઈ જવી, સ્નાયુની નબળાઈ, મન ભટકવું, ધ્રુજારી થવી જેવા લક્ષણો જોવા મળે છે. આ કેસમાં દર્દી કોમામાં પણ સરી પડે છે. આ વાયરસ મચ્છર દ્વારા ફેલાય છે. આ વાઇરસ આમ તો હાનિકારક નથી પરંતુ જો તેની સારવાર ન થાય અને તે મગજ સુધી પહોંચી જાય તો તે ઘાતક સાબિત થાય છે.
રેબિસ
રેબિસ જીવલેણ છે. આ વાયરસ જાનવરોના કરડવાથી કે તેના નખ લાગવાથી થાય છે. આ બીમારીમાં પણ જો સારવાર શરૂઆતમાં ન મળે તો વ્યક્તિ માટે તે ઘાતક સાબિત થાય છે. રેબિસ વાયરસ નસોના માધ્યમથી મગજની અંદર પહોંચી જાય છે. આ બીમારી જેમ જેમ ફેલાતી જાય છે તેમ વ્યક્તિની અંદર ક્રોધ વધતો જાય છે અને વ્યક્તિ આક્રમક બની જાય છે. રેબિસ થયા પછી વ્યક્તિ કોમામાં સરી પડે છે અથવા તો તેનું મોત થઈ જાય છે.
કોબીજ 19
કોરોના વાયરસનો આતંક સૌ કોઈ જોઈ ચૂક્યા છે. આ વાયરસ માણસના મગજ પર થોડા સમય માટે અથવા તો લાંબા સમય માટે અસર કરે છે. આ વાયરસના કારણે મગજમાં સોજો પણ આવી શકે છે અને વ્યક્તિને ભૂલવાની બીમારી પણ થઈ શકે છે. કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા અનેક દર્દીઓને બ્રેન ફોગની સમસ્યા પણ જોવા મળી છે. આ વાઇરસના કારણે બ્રેઇન સ્ટ્રોક આવવાની સંભાવના વધી જાય છે.
ડેન્ગ્યુ
ડેન્ગ્યુ પણ વ્યક્તિના મગજ પર અસર કરે છે.ડેન્ગ્યુના લક્ષણોમાં તાવ, સાંધામાં દુખાવો, ઉલટી, આંખની પાછળના ભાગમાં દુખાવાનો સમાવેશ થાય છે. ડેન્ગ્યુથી પણ ન્યુરોલોજીકલ સમસ્યા થઈ શકે છે.. એક રિપોર્ટ અનુસાર આ સંક્રમણની અસર મગજ પર પણ થાય છે. ડેન્ગ્યુના કારણે મગજમાં સોજો પણ આવી શકે છે. જો ડેન્ગ્યુમાં ગંભીર સ્થિતિ સર્જાઈ જાય તો વ્યક્તિને પેરાલીસીસ કે બ્રેન સ્ટ્રોક પણ આવી શકે છે.
ઈસ્ટર્ન ઈક્વિન ઈંસેફેલાઈટિસ, EEE
EEE સંક્રમણ એવું છે જે મચ્છરના કરડવાથી થાય છે. આ વાઇરસ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ પર એટેક કરે છે. આ સમસ્યામાં વ્યક્તિની વિચારવાની અને સમજવાની ક્ષમતા નબળી પડી જાય છે. આ સંક્રમણ થવાથી વ્યક્તિનું મૃત્યુ થવું નક્કી માનવામાં આવે છે. આ વાયરસની અસર માણસની સાથે પ્રાણીઓમાં પણ જોવા મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે