દુનિયાની 10 સૌથી મોંઘી સારવાર, એક ડોઝનો ખર્ચે 15.42 કરોડ, જાણો કઈ છે આ દવા

દુનિયામાં અવનવી બીમારીઓ આવી રહી છે.સાથે તેની સારવાર માટે નવી નવી દવાઓની શોધ પણ થાય છે.પણ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી 10 દવા કઈ છે.તેના એક ડોઝનો કેટલો ખર્ચ આવે છે.
 

દુનિયાની 10 સૌથી મોંઘી સારવાર, એક ડોઝનો ખર્ચે 15.42 કરોડ, જાણો કઈ છે આ દવા

નરેશ ધારાણી, અમદાવાદઃ દુનિયામાં કોરોના સહિત અસંખ્ય બિમારીઓ છે.અને આ બિમારીઓની સારવાર પણ અલગ અલગ હોય છે.જેમાં કેટલી બિમારીની સારવાર તો અતિ મોંધી છે.કેટલીક બિમારીના સારવારો ખર્ચે તો કરોડોમાં છે.જેમાં સૌથી મોંઘી સારવારમાં દવાનો ખર્ચે 16 કરોડ રૂપિયા છે.આ દવા ખાસ પ્રકારની ન્યુરોલોજીકલ બિમારીની સારવાર કરે છે.આવી તો અનેક દવાઓ અને સારવાર છે જે ખુબ જ મોંઘી છે..જે સામાન્ય માણસને તો પરવડે તેમ જ નથી.આ દવાઓ ખાસ પ્રકારની બીમારીઓની સારવારમાં કામ આવે છે.

કઈ બીમારીઓમાં થાય છે સૌથી મોંઘી સારવાર?
1) સિનરાઈઝ (CINRYZE)

દુનિયાની સૌથી મોંઘી દવામાંથી એક છે સિનરાઈઝ.આ દવાનો ઉપયોગ અતિ દુર્લભ વારસાગત બીમારી એંજિઓડે(Angiodema)ની સારવારમાં થાય છે..આ દવાના એક ડોઝની કિંમત 2.12 લાખ રૂપિયા છે.આ બીમારીમાં શરીરમાં સોઝાના હુમલા આવે છે.આ દવાનો એક ડોઝથી બીઝા ડોઝની વચ્ચે 3થી 4 દિવસનો સમય હોય છે.સિનરાઈઝ દવાના એક ડોઝની કિંમત 2,890 ડોલર એટલે કે 2.12 લાખ રૂપિયા છે.જો તમે સિનરાઈઝ દવાના 1 મહિનામાં 8 ડોઝ લો છો તો તમારે 16.98 લાખ રૂપિયા ખર્ચવા પડશે.

2) ડારાપ્રિમ (DARAPRIM)
ટોક્સોપ્લાસમોસિસ (Toxoplasmosis) નામની બીમારીની સારવાર માટે ડારાપ્રિમ દવાનો ઉપયોગ થાય છે.ડારાપ્રિમની 30 ટેબ્લેટની કિંમત 17 લાખ 26 હજાર રૂપિયા છે.આ બીમારી ટોક્સોપ્લાઝ્મા ગોંડિ પરોપજીવીના કારણે થાય છે.સામાન્ય રીતે આ બીમારીમાં 30 ટેબ્લેટનો કોર્સ કરવામાં આવે છે.જેમાં દરરોજ એક ટેબ્લેટ લેવાની હોય છે.જો બીમારી મટે નહીં તો વધારે 4થી 5 અઠવાડિયા સુધી દવાનો કોર્સ કરવો પડે છે.એટલે જો ડારાપ્રિમ દવાને 5 અઠવાડિયા સુધી દરરોજ એક ગોળી લેવામાં આવે તો તમારે અંદાજે 34 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે.

3) તખજાયરો (Takhzyro)
તખજાયરો દવાના પ્રતિ ડોઝનો ખર્ચે 16 લાખ 98 હજાર રૂપિયા થાય છે...તખજાયરો દવાનો ઉપયોગ વારસાગત એન્જીયોએડીમા (Angiodema) બીમારીમાં કરવામા આવે છે.આ બીમારીમાં શરીરમાં સોઝા આવી જવાના હુમલા અનુભવાય છે.આ બીમારીમાં શરૂઆતમાં તખજાયરો દવાના 2 અઠવાડિયામાં 1 ડોઝ લેવાનો હોય છે.ત્યાર બાદ 1 મહિનામાં તખજાયરો દવાનો એક ડોઝ લેવાનો હોય છે..આ સારવારમાં દવાનો શરૂઆતમાં 33.84 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

4) બ્રિન્યૂરા (Brineura)
બ્રિન્યૂરા દવાનો પ્રતિ મહિને 41.40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.આ દવાનો ઉપયોગ નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલી CLN-2ની સારવાર માટે વપરાય છે.આ બીમારી 2થી 4 વર્ષના બાળકોમાં જોવા મળતી હોય છે.બ્રિન્યૂરા દવાના એક કીટની કિંમત 20.70 લાખ રૂપિયા હોય છે.અને સારવાર માટે એક મહિનામાં બ્રિન્યૂરાની બે કીટની જરૂરિયાત હોય છે.જેથી એક મહિનાની સારવારનો ખર્ચ અંદાજીત 41.40 લાખ રૂપિયા થાય છે.અને જો સારવારનો સમય વધી જાય તો દવાનો ખર્ચ પણ વધે છે.

5) ઓક્સરવેટ (Oxervate)
ઓક્સરવેટથી સારવાર કરવામાં 68.67 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.ઓક્સરવેટ દવાનો ન્યુરોટ્રોફિક કેરાટાઇટિસ(Neurotrophic Keratitis) નામની બીમારીની સારવારમાં કરવામાં આવે છે.આ બીમારીમાં આંખોની કોર્નિયા પર એક પરત આવી જાય છે.જેથી લોકોમાં અંધાપો આવી જતો હોય છે.આ દવા એક દિવસમાં દર બે કલાકે આંખોમાં નાંખવાની હોય છે.આ બીમારીની સારવાર 8 અઠવાડિયા એટલે કે 2 મહિના સુધી ચાલે છે.જેના સારવારમાં ખર્ચ 93,520 ડોલર એટલે કે 68.67 લાખ રૂપિયાનો થાય છે.

6 ) માયાલેપ્ટ (Myalept)
માયાલેપ્ટ દવાનો પ્રતિ મહિને 1.06 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે..ભાગ્યે જ જોવા મળતી લિપોડીસ્ટ્રોફી(Lipodystrophy) નામની બીમારમાં માયાલેપ્ટ દવાનો ઉપયોગ કરવામાં આવે છે.આ બીમારીમાં લોકોના શરીરમાં ચરબીની માત્ર સાવ ઓછી થઈ જાય છે.જેથી શરીરમાં લેપ્ટિનનું ઉત્પાદન બંધ થઈ જાય છે.જેથી શરીરની મેટાબોલિક પ્રોસેસ અનિયંત્રિત થઈ જાય છે.માયાલેપ્ટ દવાથી એક મહિનાની સારવારનો ખર્ચે 1,45,350 ડોલર એટલે કે 1.06 કરોડ રૂપિયા થાય છે.જેમાં 30 ઈંજેક્શન અને પાઉડરનો ઉપયોગ થાય છે.

7) રવિક્તિ (Ravicti)
રવિક્તિ દવાનો એક મહિનાનો ખર્ચ થાય છે 3.09 કરોડ રૂપિયાનો.બાળકોમાં જોવા મળતી યુરિયા સાયકલ ડિસઓર્ડર નામની બીમારીમાં રવિક્તિ દવાનો ઉપયોગ થાય છે.આ બીમારીમાં લોહીની નસોમાંથી આખા શરીરમાં ઝડપથી અમોનિયા વહેવા લાગે છે.જો તેની સારવાર ન કરવામાં આવે તો ગંભીર પરિણામ આવી શકે છે.જેથી આ બીમારીમાં રવિક્તિ દવા દરરોજ 3 વખત લેવામાં આવે છે.તેની 25 મિલિલીટરની એક બોટલ 3.68 લાખ રૂપિયાની આવે છે.જો આ દવાથી એક મહિના સુધી સારવાર ચાલે તો 3.09 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે..

8) એક્ટર (Acthar)
એક્ટર દવાનો એક મહિનાનો ખર્ચ થાય છે 3.36 કરોડ રૂપિયાનો.બાળકોના સ્પાસ્મ અથવા સીઝરની સારવાર કરવા માટે એક્ટર દવાનો ઉપયોગ થાય છે.આ બીમારી ખાસ કરીને 4થી 11 મહીનાના બાળકોમાં જોવા મળે છે.આ દવાનો 5 મિલિલીટરનો એક ડોઝ 40 હજાર ડોલર એટલે કે 29.36 લાખ રૂપિયાનો આવે છે.આ દવા એક દિવસમાં 2 વખત આપવામાં આવે છે.જો એક મહિના સુધી આ દવાથી સારવાર ચાલે તો બીમારી મટાડવાનો ખર્ચ 3.36 કરોડ રૂપિયાનો થાય છે.

9) એક્ટીમ્યુન (Actimmune)
એક્ટીમ્યુન દવાનો એક મહિનાનો ખર્ચ 5.04 કરોડ રૂપિયા થાય છે.ક્રોનિક ગ્રાન્યુલોમેટસ (Chronic Granulomatour)ની વારસાગત બીમારીમાં એક્ટીમ્યુન દવાનો ઉપયોગ થાય છે.આ બીમારીથી શરીરની ઈમ્યુનિટી સિસ્ટમ કેટલાક ખાસ પ્રકારના બેક્ટેરિયા અને ફંગસથી થતી બિમારીનો સામનો નથી કરી શકતી.એટલે આ બીમારીની સારવાર કરવા એક્ટીમ્યુન દવાનો ઉપયોગ થાય છે.સામાન્ય રીતે આ દવા અઠવાડિયામાં ત્રણ વખત આપવામાં આવે છે.એક્ટીમ્યુન દવાના 6 મિલિલીટરના એક ડોઝની કિંમત 42.06 લાખ રૂપિયા થાય છે.અને જો આ બીમારીની સારવાર એક મહિના સુધી ચાલે તો તેનો ખર્ચ 5.04 કરોડ રૂપિયા થાય છે.

10) ઝોલજેન્સ્મા (Zolgensma)
ઝોલજેન્સ્મા દવા દુનિયાની સૌથી મોંઘી દવા છે..જેમાં ઝોલજેન્સ્મા દવાથી સારવારના એક ડોઝનો ખર્ચે 15.42 કરોડ રૂપિયા થાય છે.કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી (Spinal Muscular Atrophy- SMA)ની બીમારીમાં ઝોલજેન્સ્મા દવાનો ઉપયોગ થાય છે.આ બીમારીમાં શરીરની માંસપેશિયોની નર્વસ સિસ્ટમથી કનેક્શન ટુટી જાય છે.જેથી માંસપેશિયા ખરાબ થવા લાગે છે.આ દવાનો ઉપયોગ એ એક પ્રકારની ઝીન થેરાપી હોય છે.આની સારવારમાં શરીરના ખરાબ ઝીન બદલીને નવા સ્વસ્થ ઝીન વિકસિત કરવામાં મદદરૂપ થાય છે.આ દવાના ઉપયોગથી 2 મહિનાના બાળકની સારવાર કરવામાં આવી હતી..

આ એવી દવા છે જે ભાગ્ય જ જોવા મળતી ગંભીર બીમારીઓની સારવાર કરવામાં ઉપયોગી થાય છે. પરંતુ આ દવા તમામ લોકોને પરવડે તેવી નથી હોતી.સામાન્ય લોકો તો આવી દવાથી સારવાર કરવાનું વિચારી પણ નથી શકતા.આવી દવાનો ઉત્પાદન ખર્ચ વધારે હોય છે.જેથી તેનાથી થતી સારવારનો ખર્ચ પણ વધારે હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news