વડોદરાના કમાટીબાગમાં હિપોપોટેમસનો હિંસક હુમલો, ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડની હાલત ગંભીર
કમાટીબાગના સયાજીબાગમાં પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રાહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યુરિટી ગાર્ડ સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે.
Trending Photos
ઝી બ્યુરો/વડોદરા: કમાટીબાગમાં હિપ્પોપોટેમસનો યુવક પર જીવલેણ હુમલો કર્યો છે. કમાટીબાગમાં ઝૂમાં હિપ્પોપોટેમસે હુમલો કરતા ડરનો માહોલ બન્યો છે. ઝૂ ક્યુરેટર અને સિપાહી એન્ક્લોઝરમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક જ હિપ્પોએ ક્યુરેટર અને સિપાહી પર હુમલો કર્યો. બંનેને નરહરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કરતાં બંનેને ગંભીર ઇજા પહોંચી છે. ઝૂ ક્યુરેટરને MRI કરવા માટે લઇ જવામાં આવી રહ્યા હતા. તે સમયે બ્લીડિંગ શરૂ થતા પુન: તેમને ICUમાં સારવાર માટે લઇ જવાયા હતા.
મળતી માહિતી અનુસાર કમાટીબાગના સયાજીબાગમાં પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રાહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યુરિટી ગાર્ડ સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. આજે પણ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યુરિટ જવાન મનોભાઈ સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી રાઉન્ડમાં નીકળ્યા હતા.
પ્રાણીઓની ચેકિંગ કરતા ઝુ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરિટી ગાર્ડ મનોજભાઇ હિપોપોટેમસને રાખવામાં આવતા પિંજરામાં ગયા હતા. દરમિયાન હિપોપોટેમસે જીવલેણ હુમલો કર્યો હતો. અધિકારી અને સિક્યુરિટી ગાર્ડ કંઇ વિચારે તે પહેલા જ ભુરાંટા બનેલા હિપ્પોએ જીવલેણ હુમલો કરતા તેઓ સ્થળ પર પડી ગયા હતા.
બનાવની જાણ અન્ય સિક્યુરિટી ગાર્ડોને થતાં તરત જ તેઓ દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત ઝૂ ક્યુરેટેર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરિટી ગાર્ડ મનોજભાઇને કમાટીબાગની બાજુમાં આવેલી ટ્રસ્ટની નરહરી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ગંભીર રીતે ઇજા પામેલા અધિકારી સહિત બંનેને તરત જ ICUમાં દાખલ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે