Operation Pariksha ની ધારદાર અસર : સ્વામીનારાયણ ગુરુકુળ કોલેજના ચોરી કૌભાંડમાં વિદ્યાર્થીઓ સસ્પેન્ડ
peration Pariksha : જામનગર સ્વામીનારાયણ ગુરુકુળ વિરુદ્ધ મોટી કાર્યવાહી... ચોરી કરનાર ત્રણેય વિદ્યાર્થીઓ આજીવન સસ્પેન્ડ... સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન એકપણ કોલેજમાં નહીં મળે પ્રવેશ
Trending Photos
Big Exam Scam : જામનગરની સ્વામિનારાયણ કોલેજ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કર્યાના કૌભાંડને ઝી 24 કલાકે ખુલ્લુ પાડ્યુ હતું. ત્યારે આ ઓપરેશન પરીક્ષાની ધારદાર અસર થઈ છે. નાઘેડીની શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં ચાલતા પરીક્ષા ચોરી કૌભાંડનો અમે પર્દાફાશ કર્યો હતો. જેમાં પરીક્ષામાં VIP ટ્રીટમેન્ટ સાથે ચોરી કરનાર ત્રણેય વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. EDAC ની બેઠકમાં ત્રણેય વિદ્યાર્થીઓને કોલેજમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય પણ કરાયો છે.
પરીક્ષા કૌભાંડ શું હતું
એક મહિના પહેલા પરીક્ષાની ગેરરીતિને લઈને ZEE 24 કલાકે સૌથી મોટો ધડાકો કર્યો છે. જામનગરની સ્વામિનારાયણ કોલેજ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરવા માટે સત્તાધિશો વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હતી. એક તરફ જામનગરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં B.Com. Sem-2 ની પરીક્ષા લેવાઈ રહી હતી, આ ક્લાસ રૂમમાં CCTVની નિગરાનીમાં કોલેજના વિદ્યાર્થીઓ બીજા સેમેસ્ટરનું એકાઉન્ટ્સનું પેપર આપી રહ્યા હતા. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ અલગથી સ્પેશિયલ રૂમમાં પુસ્તકો સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. વીઆઈપી વિદ્યાર્થીઓને અલગથી બેસાડીને પરીક્ષા લેવાતી હતી પરીક્ષા, તેમા હાથમાં પુસ્તકો હતા, જેમાંથી વાંચીને તેઓ પેપરના જવાબો લખતા હતા.
06-મે-2023 ZEE 24 કલાકે કર્યો પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ
06-મે-2023 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે તપાસ કરી રિપોર્ટ સોંપ્યો
10-મે-2023 સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજનું કોમર્સનું જોડાણ રદ કરાયું
30-મે-2023 વિદ્યાર્થીઓની સામે કાર્યવાહી કરવામાં આવી
જોકે, વિદ્યાર્થી સામે કરાયેલી આ કાર્યવાહી અનેક સવાલો પેદા કરે છે. કે આટલી મોટી ઘટનામા શું માત્ર વિદ્યાર્થીઓ જ જવાબદાર છે. એ સત્તાધીશો અને સંચાલકો, જેઓએ આ વિદ્યાર્થીઓને ચોરી કરવાની છૂટ આપી અને તેમના માટે અલાયદા રૂમની વ્યવસ્થા કરી આપી તે લોકોનું શુ. મોટા માથાઓને છોડીને માત્ર વિદ્યાર્થીઓ પર જ કેમ કાર્યવાહી કરવામાં આવી. આ રીતે ઢાંકપિછોડો કેમ થઈ રહ્યો છે.
આ મુદ્દ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું કે, આ વિદ્યાર્થીઓ આજીવન સૌરાષ્ટ્ર કે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ નહિ લઈ શકે. આ યુનિવર્સિટી અંગે ગુજરાતના તમામ યુનિવર્સિટીને જાણ કરાશે. આખી કોલેજનુ જોડાણ રદ કરાયું છે. પરીક્ષાના સુપરવાઈઝર સામે તપાસ ચાલુ છે ને તેમના પર પણ કાર્યવાહી કરાશે. જે પણ જવાબદાર હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે