અરેરાટીભર્યો કિસ્સો, ખેતરમાં કામ કરતા કુંકણી મશીનમાં ખેંચાઈ ગયો યુવકનો પગ!!!

રાજકોટના ઉપલેટાના ગઢાળા ગામે ખેતરમાં કામ કરતા એક યુવકનો પગ કપાયો હતો. ગઢાળા ગામે યુવાનનો પગ કુંકણી મશીનમાં આવી જતા કપાયો હતો. યુવાનને તાત્કાલિક 108 મારફતે ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં યુવાનની તબિયત સ્થિર હોવાનું અને કોઈ જોખમ ન હોવાનું ડોક્ટર જણાવ્યું હતું. જોકે, હવે યુવકને એક જ પગથી જિંદગી વિતાવવી પડશે. 
અરેરાટીભર્યો કિસ્સો, ખેતરમાં કામ કરતા કુંકણી મશીનમાં ખેંચાઈ ગયો યુવકનો પગ!!!

દિનેશ ચંદ્રવાડિયા/રાજકોટ :રાજકોટના ઉપલેટાના ગઢાળા ગામે ખેતરમાં કામ કરતા એક યુવકનો પગ કપાયો હતો. ગઢાળા ગામે યુવાનનો પગ કુંકણી મશીનમાં આવી જતા કપાયો હતો. યુવાનને તાત્કાલિક 108 મારફતે ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં યુવાનની તબિયત સ્થિર હોવાનું અને કોઈ જોખમ ન હોવાનું ડોક્ટર જણાવ્યું હતું. જોકે, હવે યુવકને એક જ પગથી જિંદગી વિતાવવી પડશે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગઢાળા ગામનો યુવક નરેશ ફોગાભાઈ ધ્રાગુ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક કુંકણી મશીનમાં તેનો પગ આવી ગયો હતો. નરેશ કપાસની સાઠી ટ્રેક્ટર વડે કુંકણી મશીન લગાવીને ઉપાડી રહ્યો હતો. ત્યાર અચાનક કુંકણી મશીનમાં સાઠી ભરાઈ ગઈ હતી. જોકે, નરેશની ભૂલ એ થઈ કે, તે સાઠીને પગથી કાઢવા ગયો હતો. ત્યાં અચાનક તેનો પગ ખેંચાઈ ગયો હતો. જોતજોતામાં તેનો સાથળ સુધીનો પગ મશીનમાં ખેંચાઈ ગયો હતો. 

મશીનમાં પગ જતો રહેતા તેણે બૂમાબૂમ કરી હતી. જેથી તેની મદદે તાત્કાલિક લોકો આવ્યો હતો. નરેશને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે લઈ જવાયો હતો. પરંતુ તબીબોને તેનો પગ કાપવાની ફરજ પડી હતી. એટલુ જ નહિ, આ ગંભીર અકસ્માતમાં નરેશનું લોહી પણ વધુ પ્રમાણમાં વહી ગયું હતું. તેથી જેતપુર બ્લડ બેંકમાંથી વધુ લોહીની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

આમ, ખેતરમાં કામ કરતા દરેક વ્યક્તિ માટે આ કિસ્સો ખતરાની ઘંટડી સમાન છે. જો મશીનમાં કામ કરતા સમયે કોઈ પણ નિષ્કાળજી રાખવામાં આવે તો આ પ્રકારની ઘટના બની શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news