RAJKOT માં સાયકલિંગ કરી રહેલા યુવા ઉદ્યોગપતિનું ગાડીની ટક્કરે નિપજ્યું મોત
Trending Photos
રાજકોટ : શહેરમાં વધી રહેલા સાયકલિંગના કલ્ચર વચ્ચે એક નિરાશાજનક ઘટના સામે આવી છે. વહેલી સવારે સાયકલ ચલાવવા માટે નિકળેલા સાયકલ પ્રેમી ઉદ્યોગપતિને બીઆરટીએસ ટ્રેકમાં બેફામ ગાડીએ ટક્કર મારતા તેમનું મોત થયું છે. ઘટનાને પગલે અરેરાટી વ્યાપી છે. ઘટનાને નજરે જોનારા લોકોનું માનવું છે કે, ગાડીનો ચાલક 100થી પણ વધારેની સ્પીડમાં બીઆરટીએસ ટ્રેકમાં આવ્યો હતો. જેના કારણે ઉદ્યોગપતિનું મોત નિપજ્યું હતું.
કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા મિશન સ્માર્ટ સિટી અંતર્ગત ઇન્ડિયા સાયકલ ફોર ચેલેન્જ હેઠળ ટોપ ઇલેવન શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં રાજકોટ શહેરનું નામ પણ સમાવવામાં આવ્યું હતું. છેલ્લા લાંબા સમયથી રાજકોટ શહેરમાં સાયકલ ક્લબ એક્ટિવ જોવા મળી રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેરના રાજમાર્ગો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રોજની 8થી10 હજાર સાયકલ સવાર નિયમિત રીતે શહેરમાં સાયકલ ચલાવે છે. જો કે અકસ્માતની ઘટનાઓના કારણે લોકોમાં એક પ્રકારનો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટના રાજ કુલિંગ સિસ્ટમના માલિક અને અગ્રણી ઉદ્યોગપતિ વિજય સોરઠીયાને કાર ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. રાજકોટના દોઢસો ફુટ રિંગરોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક બીઆરટીએસ ટ્રેકમાં સાયકલિંગ કરી રહ્યા હતા તે સમયે પુરપાટ ઝડપી આવી રહેલા વિજયભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે માહિતી મળતા જ મોટા પ્રમાણમાં લોકો અને સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે