નડિયાદમાં ગટર લાઈનમાં ફસાયો મજૂર, 15 કલાકથી ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
Trending Photos
નચિકેત મહેતા/ખેડા :નડિયાદ પારસ સર્કલ પાસે એક શ્રમિક મોડી રાત્રે ગટરમાં પડી જવાની ઘટના બની હતી. જોકે, ઘટનાના 15 કલાક બાદ પણ શ્રમિકનું ગટરમાંથી રેસ્ક્યૂ કરી શકાયુ નથી. છેલ્લા 15 કલાક કરતાં પણ વધુ સમયથી તેને બહાર કાઢવાનુ રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યુ છે. ગઈકાલે સાંજે પાંચ વાગ્યે શ્રમિક ગટરમાં પડ્યો હતો.
નડિયાદના પારસ સર્કલ પાસે પંપિંગ સ્ટેશનની લાઈન માટેનું ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી. કાંસની નીચે ટનલ કરી ગટરની પાઇપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન શ્રમિક ગટરમાં પડ્યો હતો. છેલ્લા 15 કલાક કરતાં પણ વધુ સમયથી શ્રમિકને બહાર કાઢવા માટેનું રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલે સાંજે પાંચ વાગ્યે શ્રમિક પંપિંગ સ્ટેશનના લાઈનના કામ દરમિયાન ગટરમાં ખાબક્યો હતો. છેલ્લા 15 કલાકથી તંત્ર પાઇપલાઈનમાં ફસાયેલ વ્યકિતને બહાર કાઢવા માટે કામે લાગ્યું છે, પરંતુ હજી સુધી સફળતા મળી નથી.
આ પણ વાંચો : શરમમાં મૂકાયુ સુરત, 24 કલાકમાં છેડતીના બે બનાવ... BRTSના ડ્રાઈવરે યુવતીને કહ્યું-આજે તારો ચહેરો જોઈને જ રહીશ
છેલ્લા 15 કલાકથી નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ, 108 એમ્બ્યુલન્સની ટીમ, નડિયાદ ટાઉન પોલીસનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ગઈકાલથી હાજર છે. ચાર જેસીબી મશીન તેમજ ફાયર બ્રિગેડના અન્ય સાધનોની મદદથી શ્રમિકને બચવવા રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. તો બીજી તરફ, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ચીફ એન્જિનિયર ઘટના સ્થળે પહોંચી ગયા છે. શ્રમિકના રેસ્ક્યૂ માટે વડોદરાથી ઇમરજન્સી રેસક્યુ ટીમને પણ બોલાવવામાં આવી છે.
આજે શનિવારે પણ પણ ગટર લાઈનમાં ફસાયેલ વ્યકિતને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા આ કામ ચાલી રહ્યું હતું, ત્યારે પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન મજૂર પડતા ગટરમાં ગરકાવ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે