મોરબી નજીક મચ્છુની કેનાલમાંથી મહિલાનો કોહવાઈ ગયેલ મૃતદેહ મળ્યો, દુષ્કર્મ-હત્યાની આશંકા

મૃતક મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની પણ શક્યતા છે. જેથી કરીને પોલીસે મૃતક મહિલાના બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી છે. મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ તપાસ કરી રહી છે.

મોરબી નજીક મચ્છુની કેનાલમાંથી મહિલાનો કોહવાઈ ગયેલ મૃતદેહ મળ્યો, દુષ્કર્મ-હત્યાની આશંકા

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબી નજીકથી મચ્છુની કેનાલ નીકળે છે. આ કેનાલના નાલાની નીચેના ભાગમાંથી મહિલાની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી છે અને ખાસ કરીને આ લાશને બાવળની જાળી મૂકીને ઢાંકી દેવામાં આવી હતી. જેથી કરીને આ મહિલાની કોઈએ હત્યા કરી હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે. 

મૃતક મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની પણ શક્યતા છે. જેથી કરીને પોલીસે મૃતક મહિલાના બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી છે. મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ તપાસ કરી રહી છે.

મોરબીના રવાપર ગામથી લીલાપર ગામ તરફ જવાના રોડે મચ્છુની જે કેનાલ પસાર થાય છે. તે કેનાલ ઉપર બનાવવામાં આવેલા નાલાની નીચેના ભાગમાંથી દુર્ગંધ આવી રહી હતી જેથી કરીને ત્યાં ચેક કરવામાં આવતા મહિલાની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ પડી હોવાનું સામે આવ્યું હતું. જેથી સ્થાનિક આગેવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અધિકારી સહિતની ટિમ ત્યાં પહોચી ગઈ હતી અને કેનાલના નાલાની નીચેના ભાગમાં મહિલાની લાશાને ઢાંકી દેવા માટે તેના ઉપર બાવળીની જાળીઓ મૂકી હતી. જેથી કરીને મહિલાની હત્યા થયેલ હોવાની પૂરે પૂરી શ્કાયતા છે. 

હાલમાં પોલીસે મહિલાની કોહવાઈ ગયેલ હાલતમાં મળેલ લાશને કબજામાં લઈને મહિલાના મોતના કારણને જાણવા માટે મહિલાની બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે. 

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.આર. જાડેજાના જણાવ્યા મુજબ મહિલાના એક હાથ ઉપર સુનીતાબેન ભુરુભાઈ એવું ત્રોફાવેલ છે જેથી કરીને તેના આધારે પોલીસે મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે અને અને મૃતક મહિલાના કપડા અસ્તવ્યસ્ત હોવાથી તેની સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news