વડોદરામાં ઇલેક્ટ્રિકના થાંભલે ઓઢણીથી બાંધેલો યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

વડોદરામાં અજાણી યુવતીનો ઇલક્ટ્રીક થાંભલે ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને યુવતીની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી

વડોદરામાં ઇલેક્ટ્રિકના થાંભલે ઓઢણીથી બાંધેલો યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

વડોદરા: વડોદરામાં અજાણી યુવતીનો ઇલક્ટ્રીક થાંભલે ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને યુવતીની લાશને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, પ્રાથમિક તપાસમાં પોલીસે આજાણ્યા શખ્સોએ યુવતીની હત્યા કર્યા બાદ લાશ ઇલેક્ટ્રિકના થાંબલા સાથે ઓઢણી વડે બાંધી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં કોચર કોલ સેન્ટર પાસે આવેલી એક સોસાયટી સામે ઇલેક્ટ્રીક થાંભલે ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. ત્યારે નજીકમાં રહેતા એક મકાન માલિકે વહેલી સવારે ઇલેક્ટ્રીક થાંભલા પર યુવતીની લટકેલી લાશ જોતા માંજલપુર પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલી ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે લાશનો કબજો લઇ પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીની ઉંમર આશરે 20 વર્ષની છે. આ યુવતીની કોઇ અન્ય સ્થળે હત્યા કરીને મૃતદેહ ઇલેક્ટ્રિકના થાંબલા સાથે બાંધી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે. જોકે, યુવતીની કેવી રીતે હત્યા કરાઇ છે. અને કેટલાં વાગે હત્યા કરાઇ છે. તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.

હાલમાં પોલીસે યુવતીની લાશના ફોટાના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસને લાશના ફોટા શહેર-જિલ્લાના તમામ પોલીસ મથકમાં મોકલી આપ્યા છે. આ સાથે પોલીસે ગુમ થયેલી યુવતીઓની વિગતો પણ એકઠી કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે અત્રે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news