વડોદરામાં વગર વ્યાજની 1 લાખની લોનના બહાને 42 કરોડની ઠગાઇ, PCB એ કરી ધરપકડ

ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઠગબાજોએ શોર્ટકટથી રૂપિયા કમાવા માટે રાજકોટ જેલમાંથી ચીટીંગ કરવાનો આઇડિયા મેળવ્યો હતો. ત્યાર બાદ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આંતરિયાળ વિસ્તારોમાં એજન્ટ રાખી વગર વ્યાજે સરકારી લોન આપવાના બહાને અઢી લાખ મહિલાઓ સાથે 42 લાખ રૂપિયાની ઠગાઇ આચરી હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વડોદરા પોલીસની પીસીબી દ્વારા આ મામલે માસ્ટર માઇન્ડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
વડોદરામાં વગર વ્યાજની 1 લાખની લોનના બહાને 42 કરોડની ઠગાઇ, PCB એ કરી ધરપકડ

વડોદરા : ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઠગબાજોએ શોર્ટકટથી રૂપિયા કમાવા માટે રાજકોટ જેલમાંથી ચીટીંગ કરવાનો આઇડિયા મેળવ્યો હતો. ત્યાર બાદ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આંતરિયાળ વિસ્તારોમાં એજન્ટ રાખી વગર વ્યાજે સરકારી લોન આપવાના બહાને અઢી લાખ મહિલાઓ સાથે 42 લાખ રૂપિયાની ઠગાઇ આચરી હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વડોદરા પોલીસની પીસીબી દ્વારા આ મામલે માસ્ટર માઇન્ડ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ડબલ મર્ડર: ખાવડાના હુસૈનવાંઢમાં ગૌચરના વાડા મુદ્દે પિતા-પુત્રની હત્યા
 
અમદાવાદનાં પાલડી વિસ્તારમાં રહેતા દિપક રમેશસિંહ રાજપૂત અને રામજી આશાભાઇ રાઠોડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ટુંક મય પહેલા આ બંન્નેને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જ્યાં આ બંન્નેએ જેલમાં રહીને શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે અન્ય આરોપી પાસેથી તરકીબ મેળવી હતી. જેલમાંથી બહાર નિકળ્યા બાદ દિપક અને રામજીએ યુનિટી ફાઉન્ડેશન સસ્થા નામના હિન્દી ફોર્મ છપાવ્યા હતા. મહિલાઓ સોફ્ટ ટાર્ગેટ હોવાથી ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આંતરિયાળ વિસ્તારોમાં એજન્ટો મારફતે ફોર્મનું વિતરણ શરૂ કરાવ્યું હતું. પેપર વગર વ્યાજે જુદી જુદી રકારી લોન મેળવવા અંગેની જાહેરાત આપી હતી. 

દિપક રામજીએ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આંતરિયાળ વિ્તારોમાં મહિલાઓને ટાર્ગેટ બનાવવા માટે પહેલા તો વગર વ્યાજે લોન મેળવવા બાબતની પેપરમાં જાહેરાતો આપી હતી. ત્યાર બાદ એજન્ટો દ્વારા ગરીબ અને વિધવા મહિલાઓ વિવિધ યોજનાઓ હેઠળ વગર વ્યાજની સરકારી લોનની લાલચ આપીને પ્રતિ મહિલા 1700 રૂપિયા લેવામાં આવ્યા હતા. જેની સામે 1 લાખની વગર વ્યાજની લોન આપવાનું કહેવામાં આવતું હતું. યુનિટી ફાઉન્ડેશનના એજન્ટ બની વધારે ફોર્મ ભરાવો તો પગાર અને કમિશન આપવાની વાત પણ કરવામાં આવી હતી. આમ ત્રણ રાજ્યોના આંતરિયાળ ગામોમાંથી અઢી લાખ મહિલાઓ પાસેથી ફોર્મ દીઢ 1700 ઉઘરાવી 42 કરોડ પડાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news