મુખ્યમંત્રીની પત્ની સાથે સારા સંબંધ હોવાનું કહીને આ મહિલાએ પિતા-પુત્ર પાસેથી 13 લાખ ખંખેર્યાં
ડેડીયાપાડા ખાતે રહેતા શાંતિલાલ ચૌધરી સાગબારાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કલાર્ક તરીકે નોકરી કરે છે. બારડોની એક મહિલાએ તેમના પુત્ર કૃતિકને નોકરી અપાવવાની વાત કરી હતી. મહિલાએ પિતાપુત્રને વિશ્વાસમાં લઈને જંગલ ખાતામા નોકરી અપાવવાની લાલચ આપી હતી. બારડોલીની મહિલાએ પોતે ડીએસપી હોવાની ઓળખ શાંતિલાલભાઈ અને તેમના પુત્રને આપી હતી. ત્યારે આ મહિલા બંને પાસેથી 13 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.
Trending Photos
- ઠગ મહિલાની આ બધી વાતોથી ચૌધરી પરિવાર પ્રભાવિત થયો હતો અને આરએફઓની નોકરી મેળવવા માટે 13 લાખ રૂપિયા પણ આપી દીધા હતા
- બીજા જ દવિસે કૃતિકના સંબંધીએ તેને મોબાઈલમાં એક પેપર કટિંગ બતાવ્યું હતું, જેમાં આ મહિલાની બિલ્ડર સાથેની કરતૂતો વિશે છપાયું હતું
જયેશ દોશી/નર્મદા :ડેડીયાપાડા ખાતે રહેતા શાંતિલાલ ચૌધરી સાગબારાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કલાર્ક તરીકે નોકરી કરે છે. બારડોની એક મહિલાએ તેમના પુત્ર કૃતિકને નોકરી અપાવવાની વાત કરી હતી. મહિલાએ પિતાપુત્રને વિશ્વાસમાં લઈને જંગલ ખાતામા નોકરી અપાવવાની લાલચ આપી હતી. બારડોલીની મહિલાએ પોતે ડીએસપી હોવાની ઓળખ શાંતિલાલભાઈ અને તેમના પુત્રને આપી હતી. ત્યારે આ મહિલા બંને પાસેથી 13 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.
કૃતિક ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી કે, જગલ ખાતામાં આરએફઓની નોકરી આપવાના વાયદા કરી બારડોલીની મહિલાએ અમારા પાસેથી 13 લાખ રૂપિયા ખંખેરી લીધા છે. આ ફરિયાદ બાદ પોલીસે નકલી ડીએસપીને વૈભવી એક્સયુવી કાર, પોલીસની વર્દી, પોલીસના નામનું બોર્ડ કબજે કર્યું છે. પોલીસે આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પોતાને નકલી ડીએસપી બતાવનાર મહિલાનું પૂરું નામ નેહા ધર્મેશ પટેલ છે. તે બારડોલીની રહેવાસી છે. આ નકલી મહિલા ડીએસપીએ કતારગામમાં એક બિલ્ડર સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મહિલાએ બિલ્ડર સાથે 1 કરોડની છેતરપીંડી કરી હતી. આ મહિલા પોલીસ નાયબ કલેક્ટર જેવા ઉંચા હોદ્દાનો રૂઆબ બતાવીને લોકો સાથે છેતરીપિંડી કરતી હતી. આ મહિલા પોતે મુખ્યમંત્રીની પત્ની સાથે પણ સારા સબંધ હોવાનું કહેતી હતી. ત્યારે જંગલ ખાતામા નોકરી આપવાની લાલચ સાથે તે શાંતિલાલ ચૌધરીને મળી હતી. તે તેમના પુત્ર કૃતિક ચૌધરીને મુખ્યમંત્રીના પત્નીના પરિવાર સાથેની ખોટી વાતો કરતી હતી.
ઠગ મહિલાની આ બધી વાતોથી ચૌધરી પરિવાર પ્રભાવિત થયો હતો અને આરએફઓની નોકરી મેળવવા માટે 13 લાખ રૂપિયા પણ આપી દીધા હતા. જોકે પાછળથી પરિવારને આ મહિલા નકલી ડીએસપી પર શંકા ગઈ હતી. જેથી કૃતિક ચૌધરીએ ડેડીયાપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ડેડીયાપાડા પોલીસે છટકું ગોઠવીને ઠગ મહિલાને પકડી પાડી હતી. હાલ તેનો કોરોના રિપોર્ટ કઢાવીને અટકાયત કરી છે. આ મહિલા ઠગ એટલી શાતિર હતી કે, જોકે આ મહિલાએ ગાંધીનગરમાં મોટા અધિકારી સાથે મીટિંગ પણ કરાવી હતી. આ મહિલા રોજ અલગ અલગ જગ્યાએ તપાસ માટે કૃતિકને પણ સાથે લઈ જતી હતી. જ્યાં કૃતિકે ગાડીમાં પોલીસનો ડ્રેસ અને પોલીસ લખેલ નેમ પ્લેટ અને પોલીસની ટોપી જોઈ માની લીધું હતું કે ખરેખર આ ડીએસપી છે જેથી કૃતિકને વિશ્વાસ આવ્યો હતો. પરંતુ બીજા જ દવિસે કૃતિકના સંબંધીએ તેને મોબાઈલમાં એક પેપર કટિંગ બતાવ્યું હતું, જેમાં આ મહિલાની બિલ્ડર સાથેની કરતૂતો વિશે છપાયું હતું. જેમાં મહિલાએ કેવી રીતે નાયબ કલેક્ટરની ઓળખ આપી એક બિલ્ડર સાથે છેતરપિંડી કરી છે તે લખાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે