VIDEO: રાજકોટમાં ઓપરેશનના નાટકથી યુવતીની જિંદગી બરબાદ; 6 મહિના બાદ ચોંકાવનારો ખુલાસો

રાજકોટની નામાંકીત હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. વોકહાર્ટ હોસ્પિટલમાં એક દર્દીનું ગાદીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, બાદમાં રિપોર્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે ઓપરેશન તો થયું જ નથી, ત્યારબાદ પરિવારજનોએ હોસ્પિટલ પર અનેક આરોપ લગાવ્યા હતા.

VIDEO: રાજકોટમાં ઓપરેશનના નાટકથી યુવતીની જિંદગી બરબાદ; 6 મહિના બાદ ચોંકાવનારો ખુલાસો

ઝી બ્યુરો/રાજકોટ: તમે સરકારી કચેરીઓ કે ખાનગી સંસ્થાઓમાં કે કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ હવે તો આરોગ્યની જાળવણી કરતી સંસ્થાઓ પર છેતરપિંડીના આરોપો લાગી રહ્યા છે. રાજકોટમાં ઓપરેશનના નાટકથી યુવતીની જિંદગી બરબાદ થયાનો તેનો પરિવાર દાવો કરી રહ્યો છે. 

આ હૉસ્પિટલ જેનું નામ વોકહાર્ટ હૉસ્પિટલ છે તે રાજકોટની નામાંકિત હૉસ્પિટલ છે. જેમાં કથિત રીતે  દર્દીની ગાદીનું ઓપરેશન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઓપરેશનના લગભગ છ મહિના બાદ દર્દીની તકલીફ વધી..જ્યારે પરિવારે રિપોર્ટ કરી એકથી વધુ તબીબોની સલાહ લીધી તો ખબર પડી કે, ઓપરેશન કરવામાં જ આવ્યું નથી. પરિવાર જ્યારે હૉસ્પિટલ પાસે પહોંચ્યો તો તેમણે ઓપરેશનમાં થયેલો ખર્ચ પાછો આપવાની તૈયારી બતાવી હતી. તબીબોની ભૂલના કારણે દીકરીની જિંદગી બરબાદ થયાનો પરિવારનો દાવો છે. હવે દર્દીની સ્થિતિ પહેલા કરતા વધારે ખરાબ થઈ ગઈ છે. ત્યારે પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટની નામાંકીત હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. વોકહાર્ટ હોસ્પિટલમાં એક દર્દીનું ગાદીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, બાદમાં રિપોર્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે ઓપરેશન તો થયું જ નથી, ત્યારબાદ પરિવારજનોએ હોસ્પિટલ પર અનેક આરોપ લગાવ્યા હતા. પરિવાર દ્વારા હોસ્પિટલને રજૂઆત કરતા હોસ્પિટલ સંચાલકોએ પૈસા પાછા આપવાની વાત કરી હતી. જો કે ઓપરેશન બાદ દર્દીને હાલ ચાલવાની અને બેસવાની તકલીફ થઈ હોવાનો પરિવારજનો આરોપ લગાવી રહી છે. 

પરિવારની જુવાન દીકરીની તબીબની ભૂલનાં લીધે જિંદગી ખરાબ થઈ ગઈ હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ સાથે જ 26 વર્ષીય દર્દી કિરણબેન ગંભીર ઓપરેશન બાદ સરકારી નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. આ કેસમાં સર્જરી કર્યાના 6 જ મહિનામાં તકલીફ થતા આ મોટો ખુલાસો થયો હતો. પરિવારે તબીબોની સલાહ લેતા ઓપરેશનમાં ફોલ્ટનો દાવો કરવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news