ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો! અમેરિકાના આ 3 રાજ્યમાં મા ઉમાનું ભવ્ય મંદિરનું નિર્માણ થશે

હવે ફરી આ દિશામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વઉમિયાધામના સહયોગથી USના 3 રાજ્યમાં મા ઉમિયાનું મંદિરનું નિર્માણ થશે. અમેરિકાના મિસિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું મંદિર બનશે.

ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો! અમેરિકાના આ 3 રાજ્યમાં મા ઉમાનું ભવ્ય મંદિરનું નિર્માણ થશે

ઝી બ્યુરો/અમદાવાદ: મા ઉમિયાના ભક્તો દેશવિદેશમાં પથરાયેલા છે. એક તરફ અમદાવાદના જાસપુર ખાતે જ્યારે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વઉમિયાધામ બની રહ્યું છે. ત્યારે બીજી તરફ, પાટીદારો હવે મા ઉમિયાની ભક્તિને સાત સમુદ્ર પાર લઈ ગયા છે. અમેરિકાના કેન્ટુકી સ્ટેટના રિચર્મડ શહેરમાં જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામ્યું છે. 21 મે 2023 રવિવારના દિવસે મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. હવે ફરી આ દિશામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વઉમિયાધામના સહયોગથી USના 3 રાજ્યમાં મા ઉમિયાનું મંદિરનું નિર્માણ થશે. અમેરિકાના મિસિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું મંદિર બનશે.

આવનાર દિવસોમાં વિશ્વઉમિયાધામના સહયોગથી અને અમેરિકામા વસતા પાટીદાર સમાજ એવમ્ ગુજરાતી સમાજના નેતૃત્વમાં ત્રણ શહેરમાં મા ઉમિયાનું મંદિર બનશે. આ ઉપરાંત વિશ્વઉમિયાધામ દ્વારા મિશિનગન, કેન્સાસ અને સિકાગો સ્ટેટમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું જેમાં અમેરિકામાં વસતા 1000થી વધારે પરિવારો જોડાયા હતા. 

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાની કટિબદ્ધતા સાથે વૈશ્વિક સંગઠનની જ્યોતને મા ઉમિયાના આસ્થા કેન્દ્રબિંદુથી પ્રજ્વલિત તેમજ પ્રસારિત કરવા અંતર્ગત વિશ્વઉમિધામના પ્રમુખ આર. પી. પટેલ સહિત 6 ટ્રસ્ટીઓની ટીમ અમેરિકાના પ્રવાસે છે. ગત સપ્તાહમાં વિશ્વઉમિયાધામ ટીમની ત્રણ રાજ્યોમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં વિશ્વઉમિયાધામની અમેરિકા ટીમના વિવિધ ચેપ્ટરની ટીમે ઈન્ડિયાના સ્ટેટના ઈન્ડિયાના પોલીસ શહેરમાં તો મિશિનગન સ્ટેટના ડેટ્રોઈટ શહેરમાં અને કેન્સાસ સ્ટેટમાં જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો છે. 

USA ઈન્ડિયાનાપોલીસ ચેપ્ટર સ્નેહમિલનમાં વાત કરતા પ્રમુખ આર.પી.પટેલે સંસ્થાના વિઝન અને મિશનથી સૌને માહિતગાર કર્યા હતા. સંસ્થાના વિઝન અને મિશનથી પ્રેરાઈને ઉપસ્થિત સર્વેજનો વિશ્વ ઉમિયાધામની વિચારધારા સાથે જોડાઈ મજબૂત સંગઠન બનાવવાની ભાવના પણ સૌમાં ઉજાગર થઈ.

અમેરિકામાં બનેલું આ મંદિર ખાસ છે
મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિની સાથે અન્ય 21 દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમજ ગણપતિજી, હનુમાનજી, રાધા-કૃષ્ણ, શ્રીના શિવ પાર્વતી લક્ષ્મી નારાથા, રામ-સીતા અને નવગ્રહ, મા અંબા બહુચરાજી સહિત છ માતાજી બિરાજમાન છે.

ગુજરાતના 51 પાટીદાર પરિવારો પાટલાના યજમાન તરીકે જોડાયા
અમેરિકાના કેન્ટુકી સ્ટેટના રિચર્મડ શહેરમાં જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામ્યું છે. અમેરિકામાં વસતા 10 હજાર જેટલા પાટીદારોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. 19 મેથી 21 મે સુધીમાં અનેક વિવિધ કાર્યકર્મોનું આયોજન થયું હતું. જેમાં શોભાયાત્રા, દાંડિયા રાસ જેવા આયોજન પણ થયા હતા. આ કાર્યક્રમમાં સાયલાથી માધવદાસજી મહારાજે હાજરી આપી હતી, તેમના હાથે મંદિરને ખૂલ્લું મુકાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના 51 પાટીદાર પરિવારો પાટલાના યજમાન તરીકે જોડાયા છે. અમેરિકાની ધરતી પર પહેલીવાર મા ઉમિયાનો આવો ભવ્ય ઉત્સવ યોજાયો હતો. 

ભવ્ય યજ્ઞ યોજાયો હતો 
આ કાર્યક્રમમાં યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં દંપતીઓએ ભાગ લીધો હતો અને માઈ ભક્તોએ ઉમિયા માતાજીના દર્શનનો લાહવો લીધો હતો. કાર્યક્રમ સ્થળ પર જ યજ્ઞશાળા બનાવાઈ હતી. આ કાર્યક્રમમાં સાયલાથી માધવદાસજી મહારાજે હાજરી આપી હતી, તેમના હાથે મંદિરને ખૂલ્લું મુકાયું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news