'આ વખતે ગુજરાતમાંથી કોંગ્રેસના મૂળિયા ઉખેડીને આ શંભુ મેળાને ગિરનાર મોકલી દઈશું'
રાજકોટ ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું આજે રાજકોટમાં ઉદ્ધાટન થયું છે. ત્યારે ઓપરેશન લોટસ અંગે વજુભાઈ વાળાનું આ નિવેદન ચારેબાજુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: ભાજપ લોકસભા ચૂંટણી મોડમાં આવ્યું છે. ભાજપના દિગ્ગજ નેતાઓની આજે આમદાવાદમાં ઉપસ્થિતિ છે. આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક મુજબ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત થશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા પોતે અમદાવાદમાં ઉપસ્થિત રહેશે. ત્યારે રાજકોટમાં પણ લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કરાયું. ત્યારે ઓપરેશન લોટસ અંગે વજુભાઈ વાળાનું મોટું નિવેદન આપ્યુ હતું.
રાજકોટ ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું આજે રાજકોટમાં ઉદ્ધાટન થયું છે. ત્યારે ઓપરેશન લોટસ અંગે વજુભાઈ વાળાનું આ નિવેદન ચારેબાજુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ઓપરેશન લોટસ અંગે વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડવાના છે. આ વખતે કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવાના છે. કોંગ્રેસ એકલી લડી શકે તેમ નથી એટલે શંભુ મેળો ભેગો કર્યો છે. પરંતુ આપણે શંભુ મેળાને ગિરનારની યાત્રા કરવા મોકલવાના છે.
ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ કાર્યકર્તાઓએ સંબોધન કરતા કહ્યું તે, અમે ગવર્નર હતા તેવો ક્યારેય અહેસાસ રાખ્યો નથી. હજુ પણ અને કોંગ્રેસના ધારાસભ્યો ખરવાના છે. નરેન્દ્રભાઈને પાછા ત્રીજી વાર દિલ્હી મોકલવા છે ને. વજુભાઈ વાળા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, નરેન્દ્ર ભાઈએ કહ્યું હતું કે આ દેશમાં ખતરનાક સંસ્થા હોય તો કોંગ્રેસ છે, તેના મૂળિયા ઉખેડી નાંખવા છે. કોંગ્રેસમાં એકલા હાથે ચૂંટણીઓ નથી લડાતી એટલે તેમને શંભુ મેળો ભેગો કર્યો, આ શંભુ મેળાને આપણે ભેગા થઈને જુનાગઢ લોકસભાની તળેટીમાં યાત્રાએ મોકલવાનો છે. વજુભાઈ વાળાએ હળવા મૂડમાં કહ્યું કે, કોઈ ગાળો આપે તો ખાઈ લેવી, માથાકુટ ન કરવી, આપણે આપણું કામ કરવું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે રાજકોટમાં કાર્યાલયના ઉદઘાટનમાં ખુરશીઓ ખૂટી પડી છે અને કાર્યકર્તાઓ તડકામાં ઉભા છે. આ જ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે અને ભાજપનું સાચું બળ છે. તેમણે અહીં આડકતરી રીતે એવા સંકેત આપી દીધા હતા કે હજુ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ સાથે જોડાય શકે છે. હવે લોકસભાની ચૂંટણી ટાણે વજુભાઈ વાળાના આ નિવેદનથી રાજકીય છાવણીમાં કેટલાક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પણ આજે લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રભારી આર.સી. ફળદુ, વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા,આગેવાનો, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એવામાં આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળાએ પણ હાજરી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે