ચંદ્રકાંત રઘુનાથ પાટીલને કેમ મળ્યો કેબિનેટમાં ચાન્સ : આખરે ચમકી ગયું નસીબ, આ છે કારણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં ગુજરાતમાંથી કુલ 6 નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. કેબિનેટ મંત્રીમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલ પણ સામેલ છે. સીઆર પાટિલ પ્રથમવાર મંત્રી બન્યા છે. 

ચંદ્રકાંત રઘુનાથ પાટીલને કેમ મળ્યો કેબિનેટમાં ચાન્સ : આખરે ચમકી ગયું નસીબ, આ છે કારણો

અમદાવાદઃ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ.. આ નામ બહુ ઓછા લોકો જાણતા હશે પરંતુ, જો અમે કહીએ કે સી.આર. પાટીલ.. તો આ નામ તમામ લોકો જાણતા હશે. જી હાં, સી.આર .પાટીલ પ્રથમ વખત કેબિનેટ મંત્રીના શપથ લઈને મોદી સરકારમાં મંત્રી બની રહ્યા છે. ગુજરાતમાં ભાજપના અધ્યક્ષ રહીને સી.આર. પાટીલે ગુજરાત ભાજપને નવા કિર્તીમાન સોંપ્યા છે.  જોકે, હવે તેઓ મોદી સરકારના મંત્રીમંડળમાં કામ કરશે જુઓ આ ખાસ રિપોર્ટ..

કાર્યકર્તાઓ પર આ પ્રકારનો વિશ્વાસ અને પેજ કમિટીના આ રોડમેપ સાથે જ સી.આર. પાટીલ ગુજરાતમાં ભાજપને ભવ્ય જીત અપાવી ચૂક્યા છે. સી.આર. પાટીલની મહેનતનું આ પરિણામ આજે તેમને મળી રહ્યું છે.. 

નવસારી બેઠક પર 2009થી સતત ચોથી વખત ચૂંટણી જીતનારા સી આર પાટીલને મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. 35 વર્ષની રાજકીય સફરમાં પાટીલ પહેલીવાર મંત્રી બન્યા છે અને 20 વર્ષ પછી સુરતને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. અત્યાર સુધીમાં પાટીલ પાસે પક્ષના સંગઠનને લગતા જ હોદ્દા હતા. છેલ્લી બે ટર્મમાં તેમણે લીડનો પણ રેકોર્ડ સર્જ્યો હતો. આ અગાઉ 1998થી 2004 સુધી કાશીરામ રાણાએ કેન્દ્ર સરકારમાં સુરતનું પ્રતિનિધિત્વ કર્યું અને કેન્દ્રીય કાપડમંત્રી નિમાયા હતા.

2009માં નવસારી બેઠક અસ્તિત્વમાં આવી અને પહેલીવાર પાટીલને ટિકિટ મળી હતી.. 
આ ચૂંટણીમાં પાટીલે કોંગ્રેસના ઉમેદવારને 1.25 મતોની સરસાઈથી હરાવ્યા હતા.. 
2014માં પાટીલે કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજીત કર્યા હતા.. 
2019માં દેશમાં સૌથી વધુ 6.89 લાખની સરસાઇ સાથે કોંગ્રેસના ધર્મેશ પટેલને પરાજીત કર્યા હતા.. 
2024માં કોંગ્રેસના નૈષેધ દેસાઇને 7.73 લાખના માર્જીનથી પરાજીત કર્યા છે.. 

સુરતથી કેન્દ્રમાં મંત્રી બનનાર પાટીલ ચોથા સાંસદ છે. જોકે, હાલ મંત્રાલય ફાળવણી બાકી છે.. રાજકીય ચર્ચા મુજબ પાટીલને રેલવે મંત્રાલય મળી શકે છે. 2021માં દર્શના જરદોશને રેલ-ટેક્સટાઇલ રાજ્ય મંત્રી તરીકે નિમાયા હતા. કાશીરામ રાણા બાદ 30 વર્ષે પાટીલે કેબિનેટમાં ફરી સ્થાન મેળવ્યું છે. જેથી સુરતના વિકાસને પાંખો મળે તેવી અપેક્ષાઓ વધી છે. એરપોર્ટ, રેલવે, ટેક્સટાઈલ-ડાયમંડ, દરિયાઇ સેવાઓ સહિતના મહત્ત્વપૂર્ણ મુદ્દે પરિણામલક્ષી કામગીરી કરવી પડશે. પાટીલ ખુદ તમામ પ્રશ્નોથી વાકેફ છે. કેમકે તેમણે એરપોર્ટથી લઈ રેલવે સહિતના મુદ્દે લડત ઉપાડી હતી.

ભાજપનો અભેદ્ય કિલ્લો કહેવાતા ગુજરાતમાં સીઆર પાટીલને 2020માં પ્રદેશ અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવી હતી.. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીતમાં દરેક વ્યક્તિ તેમની સંગઠનાત્મક કુશળતાના ચાહક બની ગયા હતા. સી.આર પાટીલ સાંસદ તરીકે તો એક જવાબદારી નિભાવે જ છે.. જોકે, 3 દીકરી અને 1 દીકરાના પિતા અને ગંગાબેન પાટીલના પતિ તરીકે એક પરિવારને પણ એટલો જ સમય અને સ્નેહ આપે છે.. સતત વ્યસ્તતા વચ્ચે એ જાહેર જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવે છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news