ગુજરાતના 15થી 25 વર્ષના યુવાનો કરી કેમ રહ્યા છે આપઘાત? ડૉક્ટરોએ ખોલ્યું સૌથી મોટું રાજ

સુરતમાં આજે જ બે યુવાનો પૈકી એકે માનસિક તણાવ તો બીજા યુવકે નાની એવી વાતમાં જીવન ટુંકાવી લીધું હતું. ત્યારે આજના યુવાનો કેમ માનસિક તણાવમાં આવી રહ્યા છે. એવું તો શું કારણ છે કે યુવાનો આપઘાત કરવા સુધીનું પગલું ભરી રહ્યા છે.

ગુજરાતના 15થી 25 વર્ષના યુવાનો કરી કેમ રહ્યા છે આપઘાત? ડૉક્ટરોએ ખોલ્યું સૌથી મોટું રાજ

પ્રશાંત ઢીવરે/સુરત: એવું કહેવાય છે કે ખુબ પૂણ્ય કરીએ ત્યારે મનુષ્ય અવતાર મળે છે. એવા અનેક કિસ્સા સામે આવે છે જેમાં ઘણાં લોકો જીવન ટૂંકાવી દે છે. સામાન્ય વાતમાં આપઘાત કરી લે છે. આપઘાત કરનારા મોટા ભાગે 15થી 25 વર્ષના યુવાનો હોય છે. જે માનસિક તણાવમાં આવીને આપઘાત કરે છે. આ ખુબ જ ચિંતાનો વિષય છે. ત્યારે આજના યુવાનો કેમ માનસિક તણાવમાં આવી રહ્યા છે? કેમ તેઓ પરિવારજનોને દુઃખમાં ધકેલી જીવન ટૂંકાવી દે છે?. શું કહી રહ્યા છે મનોચિકિત્સક?

માનવીનું જીવન અમુલ્ય છે માતા પિતા પોતાના સંતાનોને ઘણા લાડ પ્યારથી અનેક સપનાઓ લઈને મોટા કરે છે. પરંતુ હાલના સમયમાં નાની મોટી વાતોને લઈને યુવાનો આપઘાત કરવા સુધીનું પગલું ભરી રહ્યા છે. ખાસ કરીને 15 થી 25 વર્ષની વયના યુવાનો માનસિક તણાવમાં આવીને આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે જે ખરેખર એક ચિંતાનો વિષય છે. 

સુરતમાં આજે જ બે યુવાનો પૈકી એકે માનસિક તણાવ તો બીજા યુવકે નાની એવી વાતમાં જીવન ટુંકાવી લીધું હતું. ત્યારે આજના યુવાનો કેમ માનસિક તણાવમાં આવી રહ્યા છે. એવું તો શું કારણ છે કે યુવાનો આપઘાત કરવા સુધીનું પગલું ભરી રહ્યા છે આ અંગે અમે મનોચિકિત્સકનો સંર્પક કર્યો હતો ત્યારે મનોચિકિત્સકનું આ મામલે શું કહેવું છે?

શહેરના જાણીતા મનોચિકિત્સક ડૉ તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે આત્મહત્યા ક્યારેય પણ એક કારણના કારણે થતી નથી. આત્મહત્યા કરવાના પાછળ ઘણા બધા કારણો હોય છે. બધા કારણો એક સાથે આવે છે ત્યારે આત્મહત્યાના બનાવ બનતા હોય છે.  ઉદાહરણ તરીકે પરીક્ષામાં નાપાસ તો ઘણા બધા થાય છે પણ કોઈ એક નાપાસ થનાર વિદ્યાર્થી આત્મહત્યા કરે છે તો કોઈ બ્રેકઅપ થયેલ વ્યક્તિ સુસાઇડ કરે છે. જેમાં નાની વાતને લઈને કોઈ સુસાઇડ નહીં કરતું એનું પાછળનું કારણ હોય છે. એની પાછળ ઘણા બધા પરિબળો હોય છે. 

આત્મહત્યા કરવાની પાછળ એક ઉંમર પણ મોટું કારણ હોય છે. જેમાં 15 થી 25 વર્ષના યુવા વ્યવસ્થાનું કારણ છે કે આત્મહત્યા કરી લેતા હોય છે આપણા મગજમાં મલ્ટી ફેકટોરિયલ કરીને કરીને એક સેન્ટર હોય છે જે આપણને સાચું અને ખોટું કોઈ પણ સારું નિર્ણય લેવામાં મદદ કરતું હોય છે. યુવાનોમાં એ સેન્ટર હજુ પૂરતું ડેવલપ થતું નથી. 21 થી 25 વર્ષની ઉંમરમાં આ સેન્ટર ડેવલપ નહીં થાય છે. ઘણી બધી બાબતો એ એના જીવનમાં નિર્ણય નહીં લઈ શકે છે. જીવનથી લડવાનું છે કે આગળ શું કરવાનું છે. મુખ્ય જે પરિબળ છે. 

સાયકોલોજીમાં સૌથી મોટી બાબત છે. માનસિક બીમારીઓ કોરોનાકાળ પછી માસિક બીમારીઓમાં ઘણો વધારો થયો છે. આપણા દેશમાં લોકો માનસિક બીમારીથી ગભરાય છે. એમને સાયકોલોજી પાસે આવવાની એટલી બધી શરમ આવે છે કે આવી શકતા નથી. અને એ આત્મહત્યામાં પરિવર્તિત થઈ જાય છે. ત્યારે આત્મહત્યાનું કારણ આપણી સામે આવે છે. માનસિક બીમારીનું સૌથી મોટી કારણ ડિપ્રેશન હોય છે 99% ઘણા બધા આત્મહત્યાના કારણોનો ડિપ્રેશનના હોવાના હોય છે. જો આપણે ડિપ્રેશનને જ ઓળખતા થઈ જઈએ તો ઘણા બધા આત્મહત્યાના કિસ્સાઓ ઓછા કરી શકીએ. 

શહેરના જાણીતા સિનિયર ડોક્ટર નિર્મલ ચોરસીયાએ જણાવ્યું હતું કે, વાલીઓએ બાળકો સાથે સંવાદ સારો રાખવો જોઈએ. નાનપણથી જ વાલીઓ બાળકોની તમામ જરૂર તો પૂરી કરી દેતા હોય છે. એમની જે જીદ હોય છે એ પૂરી કરે છે. પરંતુ જ્યારે બાળક મોટો થતો જાય છે અને ત્યારે યુવાન વાલીઓ જોડે જીદ કરે અને ત્યારે વાલીઓ પૂરી નહીં કરી શકતા હોય છે, એ યુવક આ વાતને લઈ હતાશ થઈ આત્મહત્યા કરી લેતો હોય છે. 

જ્યારે સુરત શહેર જ નહીં પરંતુ અનેક જગ્યાએ દિન પ્રતિદિન યુવકોના આત્મહત્યાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવા કિસ્સાઓને રોકવા તબીબોની વાતો પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news