IPS વિકાસ સહાયને લોટરી : જુનિયરને લાભ અને સંજય શ્રીવાસ્તવ રહી ગયા, હવે આ બની શકે અમદાવાદના નવા CP

IPS Vikas Sahay New DGP : ગુજરાતને નવા ડીજીપી તો મળ્યા, ત્યારે હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે તે માટે વિવિધ નામો પર ચર્ચા ઉઠી રહી છે
 

IPS વિકાસ સહાયને લોટરી : જુનિયરને લાભ અને સંજય શ્રીવાસ્તવ રહી ગયા, હવે આ બની શકે અમદાવાદના નવા CP

Ahmedabd New CP : પોલીસતંત્રમાં મોટા ફેરફારો થયા છે અને આગામી સમયમાં પણ મોટા ફેરફારો થાય તેવી પૂરી સંભાવના છે. સૌથી મોટી કમનસીબી અમદાવાદના સીપી સંજય શ્રીવાસ્તવની છે. જેમના જુનિયર ગુજરાતના ડીજીપી બની ગયા પણ તેઓ આ પદ વિના રિટાયર્ડ થઈ જશે. તેઓ સરકારની ગુડબુકમાં ન પહોંચી શકતાં અમદાવાદનું સીપીનું પદ તો મળી ગયું પણ ગુજરાતના ડીજીપી ના બની શક્યા. ૩૧ મી જાન્યુઆરીની સાંજે રાજ્ય પોલીસ વડા- DGPનો ચાર્જ જેમને સોંપાયો હતો. તે વર્ષ ૧૯૮૯ની બેચના IPS વિકાસ સહાયને સરકારે છેવટે ફુલટાઈમના DGP તરીકે નિયુક્ત કર્યા છે. ૧ લી માર્ચની સવારે ગૃહવિભાગે તેનું નોટિફિકેશન પ્રસિદ્ધ કરતા તેમનાથી બે બેચ સિનિયર અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું શું થશે તેના પર સૌની નજર છે. વિકાસ સહાયને ચાર્જ સોંપાયો ત્યારે વર્ષ બોર્ડના ચેરમેનપદે રહેતા PSI થી ૧૯૮૭ની બેચના IPS સંજય શ્રીવાસ્તવ લોકરક્ષકો સુધીનો મોટાભાગનું પોલીસ સિનિયર હોવાથી અમદાવાદ પોલીસ બળ વિકાસ સહાયની પસંદગી હેઠળનું છે. કમિશનરને ગૃહ વિભાગના અધિક મુખ્ય આ સ્થિતિમાં DGP તરીકે તેમની રાહ વધુ સચિવ- ACSના સીધા તાબા હેઠળ મુકાયા સરળ હોવાનું મનાય છે. અમદાવાદ CP નિવૃત્તિ સુધી ACSના તાબા હેઠળ રહે તો નવાઈ નહીં.

ગુજરાતના ડીજીપી વિકાસ સહાય એક સ્વચ્છ છબી ધરાવે છે અને આઇપીએસ અધિકારીઓની સંડોવણીના અનેક મહત્વના કેસની તપાસ પણ તેમના દ્વારા કરવામાં આવી ચુકી છે. હંમેશા સરકારની ગુડ બુકમાં રહેલા વિકાસ સહાય પોલીસ તાલીમ વિભાગના ડીજીપી પણ છે. તો બીજી તરફ હવે સંજય શ્રીવાસ્તવ અપ્રિલ-૨૦૨૩માં નિવૃત થતા તેમના સ્થાને ડીજીપી શમશેરસિંહનું નામ પણ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચો : 

ફુલટાઈમના DGP વિકાસ સહાય આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણી પછી છેક વર્ષ ૨૦૨૫ના ગુજરાતના DGPપદે આશિષ જૂન મહિનામાં નિવૃત થશે. અર્થાત કિંમશનર સંજય શ્રીવાસ્તવ બે બેચ જૂનિયર ઈન્ચાર્જ DGPને વિકાસ સહાયને બદલે સીધા જ ગૃહ વિભાગના ACS એ.કે.રાકેશને જ રિપોટીંગ કરી રહ્યા છે. તેઓ એપ્રિલ- ૨૦૨૩માં વયનિવૃત થઈ રહ્યા છે. આથી, શ્રીવાસ્તવને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે વયનિવૃતિ સુધી યથાવત રખાય તો નવાઈ નહી. 

કોણ છે વિકાસ સહાય?
૧૯૮૯ ની બેચના આઇપીએસ અધિકારી વિકાસ સહાયની વાત કરીએ તો ૧૯૯૯માં તેમને આણંદ એસપી તરીકે, ૨૦૦૧માં અમદાવાદ ગ્રામ્ય એસપી તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ ૨૦૦૨થી ૨૦૦૪ દરમિયાન અમદાવાદના ઝોન૨ અને ૩ના ડીસીપી રહ્યા હતા. જે બાદ વર્ષ ૨૦૦૪માં ટ્રાફિક ડીસીપી તરીકે નિમણૂંક પામ્યા હતા  અને વર્ષ ૨૦૦૫માં ટ્રાફિક વિભાગમાં એડીશન પોલીસ કમિશનર તરીકે રહ્યા હતા. જે ૨૦૦૭માં સુરતના એડીશન સીપી તરીકે, ૨૦૦૮માં જોઇન્ટ સીપી સુરત અને ૨૦૦૯માં સુરત રેંજ આઇજી તરીકે ફરજ બજાવી હતી.૨૦૧૦માં સુરતમાં આઇ બીના આઇજી તરીકે પોસ્ટીંગ અપાયું હતું.  જે બાદ ૨૦૧૦થી ૨૦૧૬ સુધી રક્ષા શક્તિ યુનિવર્સીટીમાં  ડાયરેક્ટર જનરલ તરીકે મહત્વની કામગીરી કરી હતી.  અને બાદ પોલીસ તાલીમ વિભાગની કામગીરી પણ સંભાળી હતી.

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news