ગુજરાતના એક નેતાએ રાહુલ ગાંધીની રાજકીય કારકીર્દીને ગ્રહણ લગાવી દીધું, ભાજપ માટે રસ્તો કરી દીધો ક્લિયર

Modi Surname Defamation Case: ગુજરાતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મોદી અટકને લઈને રાહુલ ગાંધી સાથે કાનૂની લડાઈ લડી હતી. બદનક્ષીની આ લડાઈમાં પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીને રાજકીય રીતે હરાવ્યા છે.

ગુજરાતના એક નેતાએ રાહુલ ગાંધીની રાજકીય કારકીર્દીને ગ્રહણ લગાવી દીધું, ભાજપ માટે રસ્તો કરી દીધો ક્લિયર

rahul gandhi defamation case : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કોર્ટના નિર્ણયથી સાબિત થયું છે કે સંવાદિતા માટે જરૂરી છે કે કોઈ પણ સમાજ સાથે દુર્વ્યવહાર ન થાય. રાહુલ ગાંધીએ ઓબીસી સમુદાયનું અપમાન કર્યું હતું. કોંગ્રેસના નેતાઓના વિરોધ પર પૂર્ણેશ મોદીએ કહ્યું કે તેઓ સમાજના સન્માન માટે લડી રહ્યા છે.

2019માં પૂર્ણેશ મોદીએ મોદી સરનેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણી સામે સુરત કોર્ટમાં અરજી કરી હતી. પૂર્ણેશ મોદી સુરત પશ્ચિમના ધારાસભ્ય છે. 2021માં તેમને ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં પરિવહન અને પર્યટન મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે 2022ની સરકારમાં તેમને તક આપવામાં આવી ન હતી. ગુજરાતના રાજકીય વર્તુળોમાં પૂર્ણેશ મોદીને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વિરોધી માનવામાં આવે છે.

પૂર્ણેશ મોદી ભાજપનો ઓબીસી ચહેરો 
દક્ષિણ ગુજરાતમાં ભાજપનો OBC ચહેરો ગણાતા પૂર્ણેશ મોદી પ્રોફેશનલ વકીલ છે. 2013માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ તેઓ સુરત પશ્ચિમમાંથી સતત જીતતા રહ્યા. રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યા બાદ પૂર્ણેશ દેશભરમાં ફેમસ થઈ ગયા હતા. માનવામાં આવે છે કે હાઈકોર્ટના નિર્ણય બાદ પૂર્ણેશનું કદ વધી શકે છે અને તેને ફરીથી હાઈકમાન્ડના આશીર્વાદ મળી શકે છે.

રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટનો મોટો ઝટકો
રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ એમએમ પ્રાચકે સવારે 11 વાગ્યે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે અદાલત તેમની અરજીને ફગાવી દે છે. કોર્ટે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી પર માનહાનિના અનેક કેસ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને કોઈ રાહત આપી શકાય તેમ નથી.

રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થવાની શક્યતા નથી 
આ નિર્ણય બાદ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત થવાની શક્યતાઓ ઘટી ગઈ છે. જો સુપ્રીમ કોર્ટ પણ સજા પર સ્ટે આપવાનો ઇનકાર કરશે તો રાહુલ ગાંધી 2024ની ચૂંટણી લડી શકશે નહીં. જણાવી દઈએ કે માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટના આ નિર્ણયથી કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીની કોંગ્રેસ વિરોધી રાજનીતિનો ચહેરો બની ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news