ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં કયા જાણીતા ગુજરાતી કલાકારોએ ઝંપલાવ્યું, શું કરી અપીલ?
ગુજરાત ATSના હાથે મૌલવીની ધરપકડ કરવામાં આવી છે અને ગઈકાલે તેને દિલ્હીથી ગુજરાત લવાયા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ધંધૂકમાં યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા કમરગની ઉસ્માનીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હોવાની માહિતી મળી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા કેસ હાલ ઘણો ચર્ચાનો વિષય બન્યો છે. ગત 25 તારીખે યુવક કિશન ભરવાડની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. જેના કારણે હાલ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. આજે બોલીવૂડ અભિનેત્રી કંગના રાણાવતે પણ કિશન ભરવાડની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ કેસ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
કમરગની ઉસ્માનીના 8 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાત ATSના હાથે મૌલવીની ધરપકડ કરવામાં આવી છે અને ગઈકાલે તેને દિલ્હીથી ગુજરાત લવાયા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ધંધૂકમાં યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા કમરગની ઉસ્માનીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હોવાની માહિતી મળી છે. ધંધૂકા કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કમરગનીની ગુજરાત એટીએસ એ ધરપકડ કરી હતી.
જાણીતા લોક સાહિત્યકારોએ ઘટનાને વખોડી
ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા થતાં રાજ્યભરમાં રોષ ફાટી નિકળ્યો છે. ત્યારે ગતરોજ બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે આ મામલે ફેસબૂક પોસ્ટ કરી આરોપીઓને સજા આપવાની માગ કરી હતી. હવે ગુજરાતી કલાકારોએ પણ કિશનના હત્યારાઓને કડક સજા આપવાની માગ કરી છે અને કિશનના પરિવારને ન્યાય મળે તેવી સરકાર સમક્ષ ગુહાર લગાવી છે. જ્યારે, ગુજરાતના લોક સાહિત્યકારો માયાભાઈ આહિર, દેવાયત ખવડ, રાજભા ઝાલાએ આ ઘટનાની વખોડી કાઢી છે.
રાજભા ગઢવીએ વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, દરેક હિન્દુઓએ એક થઇ રજૂઆત કરવી જોઇએ અને મુસ્લિમ આગેવાનોને પણ અપીલ કરી હતી કે હિંસક પ્રવૃત્તિઓ કરતા તત્વોને રોકવા જોઈએ. કિશન ભરવાડે પોસ્ટ મુકવા બદલ માફી પણ માગી હતી તેમ છતાં તેમની હત્યા કરવામાં આવી તે ખરેખર વખોડવા લાયક બાબત છે. તો તેમણે બંધારણ અને કાયદો હોવા છતાં મૃત્યુદંડ આપનારને સજા થવી જોઇએ તેવી પણ માગણી ઉચ્ચારી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે