બિલ્લીપગે અચાનક આવતા મોત પાછળ શું કારણ છે, ડોક્ટરે આપ્યો તેનો જવાબ

બિલ્લીપગે અચાનક આવતા મોત પાછળ શું કારણ છે, ડોક્ટરે આપ્યો તેનો જવાબ
  • એક મહિલા ગરબા રમતા રમતા અચાનક જ તે ઢળી પડે છે અને તેનું મોત નિપજી જાય છે, આ વીડિયો સામે આવ્યા બાદ લોકોના મનમાં અનેક પ્રકારના તર્કવિતર્ક જન્મ લઈ રહ્યા હશે કે આવું કેવી રીતે થઈ શકે કે કોઈ વ્યક્તિ ગરબા રમતું હોય, ચાલતું હોય અને અચાનક જ ઢળી પડે સાથે જ તેનું મોત પણ થઈ જાય

અતુલ તિવારી/અમદાવાદ :કોરોના કાળમાં કેટલાક લોકોનાં મૃત્યુ એવી રીતે થઈ રહ્યાં છે કે તેને જોનારા લોકો બે ઘડી વિચારતા થઈ જાય. તાજેતરમાં જ ગાંધીનગરમાં ગરબા રમતી એક મહિલાને હ્રદયરોગનો હુમલો આવ્યો અને ત્યાં જ તે ઢળી પડી. ઘટનાસ્થળે જ મૃત્યુનો આ કિસ્સો પહેલો નથી. કામ કરતાં કરતાં, ગરબા રમતાં, લગ્નમાં કે હસતાં-રમતાં માણસ પર મોત હુમલો કરે છે. આવા કમનસીબ લોકોને શું પહેલેથી કોઈ લક્ષણો દેખાતાં હોય છે કે અચાનક જ બિલ્લીપગે આવીને મોત તેમના તરાપ મારે છે. શું આવા લોકો એ લક્ષણોને નજરઅંદાજ કરે છે, જે પાછળથી તેમના માટે અચાનક હાર્ટ એટેકેનું કારણ બને છે. આ અંગે ઝી 24 કલાકે એમડી ફિઝીશ્યિન ડોક્ટર પ્રવીણ ગર્ગ સાથે ખાસ વાત કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે એવું કયું કારણ હોય છે કે હસતો રમતો કામ કરતો માણસ એક ક્ષણમાં મૃત્યુલોકમાં પહોંચી જાય છે. 

આ પણ વાંચો : ચારવાર આત્મહત્યા કરવા ગઈ, છતાં સુરતની યુવતીને મોત ન મળ્યું 

મહિલાને પહેલેથી સમસ્યા હશે, પણ બેધ્યાન કર્યું હશે
એક મહિલા ગરબા રમતા રમતા અચાનક જ તે ઢળી પડે છે અને તેનું મોત નિપજી જાય છે, આ વીડિયો સામે આવ્યા બાદ લોકોના મનમાં અનેક પ્રકારના તર્કવિતર્ક જન્મ લઈ રહ્યા હશે કે આવું કેવી રીતે થઈ શકે કે કોઈ વ્યક્તિ ગરબા રમતું હોય, ચાલતું હોય અને અચાનક જ ઢળી પડે સાથે જ તેનું મોત પણ થઈ જાય. પરંતુ સામે આવેલો ચોંકવાનારો વીડિયો તો સાચો જ છે, આવી ઘટના તો બની જ છે. આ વિશે ડોક્ટરે કહ્યું કે, શક્ય છે કે મહિલાને અગાઉથી જ કોઈ શારીરિક સમસ્યા હોય જેની જાણ તેને અથવા તેના પરિવારને ના હોય. અગાઉ હાર્ટમાં કોઈ નળીમાં બ્લોકેજ હોય એવામાં શારીરિક કસરત, શ્રમ કે ગુસ્સાને કારણે અચાનક સમસ્યા થઈ શકે. નળીમાં પહેલાથી બ્લોકેજ હોય એવામાં હાર્ટ બીટ બંધ થઈ જાય એવું થઈ શકે. પારિવારિક રીતે કોઈને અગાઉથી જ ઘરમાં બીપી કે ડાયાબીટીસ હોય તો ચકાસણી કરાવી લેવી હિતાવહ છે. હાલની પરિસ્થિતિઓ અને લોકોની બદલાયેલી જીવનશૈલીને જોતા તમામે 40 વર્ષ બાદ એકવાર ફૂલ બોડી ચેકઅપ કરાવી લેવું હિતાવહ છે, જેથી નાની મોટી સમસ્યા અંગે સમયસર જાણકારી મળી રહે અને સારવાર કરાવી શકાય.

આ પણ વાંચો : 21 ડિસેમ્બરે આકાશમાં સર્જાશે અદભૂત સંયોગ, દેશ-દુનિયામાં મોટી ઉથલપાથલ થશે

બેવડી ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ પર અસર 
ગુજરાતમાં કોરોના મહામારી, શિયાળો અને હવે હવામાનમાં ફેરફાર આવવાના કારણે વરસાદ પડ્યો છે. તેવામાં લોકોને શરદી, ઉધરસ જેવુ વાયરલ ઈન્ફેક્શન થઈ શકે છે. વાયરલ ઈન્ફેક્શનના કારણે લોકોને કોરોનાનો પણ ડરે છે. આ વિશે ડોક્ટરે જણાવ્યું કે, આવા વાતવરણમાં લોકોએ ગરમ ભોજન તેમજ વિટામીનયુક્ત ચીજ વસ્તુનું સેવન કરવુ જોઈએ. બેવડી ઋતુમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ પર અસર થાય છે. જેના કારણે આવી સ્થિતિ સર્જાઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news