Gujarat Elections 2022: ગુજરાતની રાજનીતિમાં ‘મેઘા પાટકર’ની એન્ટ્રી થતાં ભાજપ લાલઘૂમ, જાણો પૂર્વ CM વિજય રૂપાણીએ શું કર્યો પ્રહાર?
Gujarat Elections 2022 : રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર પણ જોડાયા હતા. જેને લઈ આજે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ તેના પર નિશાન સાધ્યું છે.
Trending Photos
Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતની દરેક ચૂંટણી મુદ્દાને લઈને લડવામાં આવતી હોય છે ત્યારે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મેઘા પાટકરની એન્ટ્રી થઈ છે. રાહુલ ગાંધીની ભારત જોડા યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ લાલઘુમ થયુ છે. એક પછી એક ભાજપના નેતાઓએ આ મુદ્દાને લઈને વિરોધ દર્શાવ્યો છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં નવો મુદ્દો જોવા મળ્યો છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર પણ જોડાયા હતા. જેને લઈ આજે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ તેના પર નિશાન સાધ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મેઘા પાટકર ગુજરાત વિરોધી છે. નર્મદા ડેમનો વિરોધ કરી ગુજરાતીઓને તરસ્યા રાખવાનું કામ કર્યું છે એટલે ગુજરાતની જનતા કોંગ્રેસ અને ગુજરાત વિરોધીઓને પાઠ ભણાવશે.
Rajkot| Medha Patkar was the person who didn't let Narmada dam project complete, she protested over it & didn't let Gujarat's development happen. Now Patkar joined Bharat Jodo yatra, which depicts Cong is against development, which is their true face: Ex-Gujarat CM Vijay Rupani pic.twitter.com/yTPLT6m1ok
— ANI (@ANI) November 19, 2022
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું, મેધા પાટકર એ વ્યક્તિ હતી જેણે નર્મદા ડેમ પ્રોજેક્ટ પૂર્ણ થવા દીધો ન હતો, તેણે તેનો વિરોધ કર્યો હતો અને ગુજરાતનો વિકાસ થવા દીધો નહોતો. હવે પાટકર ભારત જોડો યાત્રામાં જોડાયા, જે દર્શાવે છે કે કોંગ્રેસ વિકાસની વિરુદ્ધ છે, જે તેમનો સાચો ચહેરો છે.
મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાતીઓ સહન નહિ કરે
ભારત જોડો યાત્રામાં મેઘા પાટકર જોડાતા ભાજપ લાલઘૂમ થયું છે. રાહુલ ગાંધી સાથેની મેઘા પાટકરની તસવીર વાયરલ થતા મુખ્યમંત્રી, પાટીલ સહિત પ્રદેશ ભાજપના નેતાઓએ આ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ગુજરાતીઓ પ્રત્યે દુશ્મનાવટ છે. આ અર્બન નક્સલીઓ સાથે ભારત તોડો યાત્રા છે. અર્બન નક્સલીઓને ગુજરાત ક્યારેય સાથ નહીં આપે. ગુજરાત વિરોધીઓને રાહુલ ગાંધી કેન્દ્રિય સ્થાન આપે છે. ગુજરાતીઓ આ સહન નહીં કરે.
સીઆર પાટીલે ટ્વીટ કરીને કહ્યું કે, અર્બન નક્સલી મેઘા પાટકરે નર્મદા યોજનાનો વિરોધ કરી કચ્છ અને સમગ્ર ગુજરાતનાં વિકાસમા અવરોધ નાંખ્યો હતો. આજે કોંગ્રેસ ગુજરાતનાં વિકાસ-વિરોધી અર્બન નક્સલી સાથે ભારત તોડો યાત્રા કરી રહ્યું છે. ગુજરાતનાં વિકાસ-વિરોધી અર્બન નક્સલીઓનો સાથ લેનારને આ ગુજરાત ક્યારેય પણ સાથ નહીં આપે.
મેઘા પાટકર મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, નર્મદા યોજનાનો વિરોધ કરનાર વ્યક્તિઓ વિકાસનો વિરોધ કર્યો હોય તેવા લોકો સાથે ચાલશે તો ગુજરાતની જનતા સહન કેવી રીતે કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે