રેલવે કર્મચારીઓ માટે આજીવન લડત આપનાર માહુરકર દાદાનું નિધન, સમયસર સારવાર ન મળતા કારમાં દમ તોડ્યો...

 વેસ્ટર્ન રેલ્વે મજદુર સંધના મહામંત્રી જે જી માહુરકર (J.G.Mahurkar) નું મોડી રાત્રે નિધન થયું છે. રેલ્વે (western railway) ના કર્મચારીઓ માટે આજીવન લડત આપી કર્મચારીઓના હિત માટે જીવન ખર્ચી નાખનાર જેજી માહુકરનું ટૂંક માંદગી બાદ મોડી રાત્રે નિધન થયું છે. 86 વર્ષ માહુરકર દાદાએ પોતાનું આખું જીવન રેલવેના કર્મચારીઓને સમર્પિત કર્યું હતું. વડોદરામાં અનેક લોકોએ માહુરકર દાદાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 
રેલવે કર્મચારીઓ માટે આજીવન લડત આપનાર માહુરકર દાદાનું નિધન, સમયસર સારવાર ન મળતા કારમાં દમ તોડ્યો...

રવિ અગ્રવાલ/વડોદરા : વેસ્ટર્ન રેલ્વે મજદુર સંધના મહામંત્રી જે જી માહુરકર (J.G.Mahurkar) નું મોડી રાત્રે નિધન થયું છે. રેલ્વે (western railway) ના કર્મચારીઓ માટે આજીવન લડત આપી કર્મચારીઓના હિત માટે જીવન ખર્ચી નાખનાર જેજી માહુકરનું ટૂંક માંદગી બાદ મોડી રાત્રે નિધન થયું છે. 86 વર્ષ માહુરકર દાદાએ પોતાનું આખું જીવન રેલવેના કર્મચારીઓને સમર્પિત કર્યું હતું. વડોદરામાં અનેક લોકોએ માહુરકર દાદાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 

જે જી માહુરકરે રેલવે કર્મચારીઓ માટે 55 વર્ષ સુધી અવિરત સેવા આપી હતી. સતત 55 વર્ષથી તેઓએ રેલવેના કર્મચારીઓ માટે લડત ચલાવી હતી. કર્મચારીઓના હિત માટે તેઓએ પોતાનું આજીવન સમર્પિત કર્યું હતું. આથી જ વેસ્ટર્ન રેલવેમાં જેજુ માહુરકર મોટું નામ છે. રેલવેનો નાનામાં નાનો કર્મચારી પણ તેઓને ‘માહુરકર દાદા’ના નામથી ઓળખતો હતો. જોકે બીજી તરફ, માહુરકર દાદાને સમયસર સારવાર ન મળતા મોત થયાનો આક્ષેપ વડોદરા વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના પ્રમુખ સરીફ ખાને કર્યો છે. રાત્રે 12.30 વાગે વડોદરાની ટ્રાયકલર હોસ્પિટલમાં લઇ ગયા પણ ત્યાં કોઈએ સારવાર ના કરી. હોસ્પિટલ સ્ટાફે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું. જેથી માહુરકર દાદાનું કારમાં જ મોત નિપજ્યું હતું. હોસ્પિટલના સત્તાધીશોએ સારવાર ના આપી. 

mahurkar_dada_zee.jpg

સરીફ ખાને કહ્યું કે, હોસ્પિટલ સ્ટાફ સાથે માહુરકર દાદાને દાખલ કરવા મુદ્દે 40 મિનિટ સુધી રકઝક થઈ હતી. જેથી દાદાએ કારમાં જ દમ તોડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news