રાજ્યમાં વરસાદનાં વિરામ બાદ પાંચ દિવસ વરસાદની આગાહી, અનેક જિલ્લાઓ ફરી ભીંજાશે
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડનું આગમન થવાનું છે. આજે 25 ઓગસ્ટથી લઈને આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 26 અને 27 ઓગસ્ટના રોજ ગુજરાતના અનેક પ્રાંતોમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં વરસાદનાં વિરામ બાદ આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 24 ઓગસ્ટથી લઈને પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 25મીએ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે કે, 26 અને 27 ઓગસ્ટનાં રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે