અમે તો ગરબા કરવાના ! યુવતીઓએ કહ્યું સરકાર પાર્ટી પ્લોટની મંજૂરી નહી આપે તો સોસાયટીમાં રમીશું
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકાર દ્વારા પણ હાલ પાર્ટી પ્લોટમાં ગરબા થશે કે કેમ તેના પર પણ હાલ સસ્પેન્સસ છે. ત્યારે શહેરનો યુવાધન અને ખાસ કરીને યુવતીઓમાં તો ખુબજ ઉત્સાહ છે અને નવરાત્રી પેહલા જ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કોરોના મહામારીનો લઈને હાલ સરકાર દ્વારા કોઈપણ તહેવાર ઉજવવાની મનાઈ ફરમાવાઇ છે. ત્યારે થોડાક જ દિવસોમાં ગુજરાતમાં ધામ ધૂમથી ઉજવવામાં આવતું નવરાત્રીના પર્વ મુદ્દે અસંમંજસની સ્થિતી છે. તહેવાર પર સરકારે કાઈ જાહેર કર્યું નથી.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ : નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકાર દ્વારા પણ હાલ પાર્ટી પ્લોટમાં ગરબા થશે કે કેમ તેના પર પણ હાલ સસ્પેન્સસ છે. ત્યારે શહેરનો યુવાધન અને ખાસ કરીને યુવતીઓમાં તો ખુબજ ઉત્સાહ છે અને નવરાત્રી પેહલા જ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કોરોના મહામારીનો લઈને હાલ સરકાર દ્વારા કોઈપણ તહેવાર ઉજવવાની મનાઈ ફરમાવાઇ છે. ત્યારે થોડાક જ દિવસોમાં ગુજરાતમાં ધામ ધૂમથી ઉજવવામાં આવતું નવરાત્રીના પર્વ મુદ્દે અસંમંજસની સ્થિતી છે. તહેવાર પર સરકારે કાઈ જાહેર કર્યું નથી.
જેને લઈને ખાસ કરીને યુવતીઓમાં સવાલ છે કે પાર્ટી પ્લોટમાં ગરબા થશે કે કેમ? માટે ઝી 24 કલાકે શહેરના અતિ પોષ વિસ્તાર સીજી રોડ પર આવેલા એક ડાન્સ ક્લાસની મુલાકાત લીધી હતી. જ્યાં જાણવાનો પ્રયાસ કર્યો હતો કે નવરાત્રી અંગે યુવાનો શું માની રહ્યા છે. જેમાં તમામ યુવતીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવે અને સરકારની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવે. જેને તમામ લોકો ગાઈડ લાઈનનું પાલન કરે અને ખેલૈયાઓ નવરાત્રીનું પર્વ ઉજવું શકે.
બીજી બાજુ ડાન્સ કલાસના સંચાલકોનું પણ માનવુ છે કે ગરબા થવા જોઇએ પણ સરકાર દ્વારા જે ગાઈડ લાઈન અને કાયદો લાગુ કરવામાં આવે તેનું તમામ લોકોએ પાલન કરી આ તહેવારની ઉજવણી થાય. આ સિવાય ગરબા આયોજકનું પણ એવું જણાવ્યું હતું કે સરકાર દર વખતે પાર્ટી પ્લોટમાં 4 થી 5 હજાર લોકોની પરવાનગી આપતી હતી તે કોરોના મહામારીનો ધ્યાનમાં રાખી ઓછી કરીને ગરબાની પરવાનગી આપવી જોઈએ જેથી લોકો આ તહેવાર ઉજવી શકે. કેટલીક યુવતીઓએ ZEE 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અમે દર વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબા રમવાની મજા માળીએ છીએ. જો કે આ વખતે કોરોના મહામારીનો લઈને સરકારે ખાસ કાળજી રાખબી જોઈએ. કોઈને નુકસાન ના થાય તે રીતે ગરબાની પરવાનગી આપવી જોઈએ. જેથી ગુજરાતીએ આ પર્વની ઉજવાની કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે