ખૌફનાક નજારો! સીદસર ખાતે મા ઉમિયા મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું, રાજાશાહી વખતનો પુલ તૂટ્યો

Heavy To Heavy Rain: જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડતા લાલપુરમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ અને દિવસ ભરનો પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. જામજોધપુર અને લાલપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે.

ખૌફનાક નજારો! સીદસર ખાતે મા ઉમિયા મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું, રાજાશાહી વખતનો પુલ તૂટ્યો

Jamnagar Heavy To Heavy Rain: સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં છે. જામનગર જિલ્લાના લાલપુર, જામજોધપુરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. જામજોધપુરમાં છેલ્લા 2 કલાકમાં 5 ઇંચ અને દિવસ ભરનો કુલ 7 ઇંચ વરસાદ વરસ્યો છે. જામનગરના સિદસરમાં પૂર આવતાં રાજાશાહી વખતનો પુલ તૂટ્યો છે. એટલું જ નહીં, સીદસર ખાતે મા ઉમિયા માતાના મંદિરમાં પાણી ઘૂસ્યું છે. લાલપુરમાં અનેક જગ્યાએ વાહનો તણાયાં હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.

જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડતા લાલપુરમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ અને દિવસ ભરનો પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. જામજોધપુર અને લાલપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. જામજોધપુરના સીદસર ગામ પાસે આવેલ ઉમિયા માતાજી મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું છે. બીજી તરફ લાલપુરની ઢાંઢર નદીના પાણી લાલપુર ગામમાં ઘુસ્યા છે. એસટી ડેપો પાસે આવેલ રાધેશ્યામ મંદિરમાં પાણી ફરી વળ્યું છે અને એસટી ડેપો પણ પાણીમાં ગરકાવ થયો છે.

No description available.

સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 5 ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો અને ટાકૂડી પરા, વડલી ચોક,દેસાઈ વાડી સહિતના નીચાં વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ખીરસરા ગામે વરસાદ પડતાં સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

બીજી બાજુ જેતપુરના કેન્દ્રીય વિદ્યાલય પાસેના કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળતા સ્કૂલમાં જ 40થી વધી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાયા હતા અને તમામનું પાછળના ભાગેથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ અનેક રજુઆત કરવા છતાં કોઝ-વે ઉંચો બનાવમાં આવ્યો નથી. જેના કારણે દર વર્ષે આજ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. સાથે જેતપુર અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભાદર નદીમાં ઘોડાપુર આવતા નદીમાં માછીમારી કરતા પાંચ પરપ્રતિયા મજૂરો નદીમાં તણાયા હતા. જેમાંથી એક મજૂર તરીને બહાર નીકળી ગયો હતો, જ્યારે ચાર જેટલા મજૂરો પાણીના પ્રવાહમાં તણાતાં પાલિકાના ચીફ ઓફિસર મામલતદાર સહિતનો ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી SDRFની ટીમની મદદ લેવાય હતી. SDRF ટીમ આધુનિક સાધનો સાથે નદીમાં શોધખોળ શરૂ કરી હતી.

મહત્વનું છે કે, ગુજરાતમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સાથે અલગ-અલગ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં, સૌરાષ્ટ્ર એટલે કે જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે. જેને પગલે 6 બટાલિયન NDRFની 8 ટીમ ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે. લાલપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ બપોર પછી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ચાર થાંભલા વિસ્તાર, ઉમાધામ સોસાયટી, સહકાર પાર્ક, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news