આગામી ત્રણ કલાક ભારે, આ વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદની ચેતવણી

રાજ્યના હવામાન વિભાગે આપેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આગામી ત્રણ કલાક ભારે, આ વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદની ચેતવણી

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી વાવાઝોડાનો ખતરો સામે આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડુ ત્રાટકી શકે છે. આગામી ત્રણ કલાક ખુબ મહત્વના છે. રાજ્યમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જગ્યાએ ઠંડા પવનો ફૂંકાય રહ્યાં છે તો વરસાદ પણ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો આવતીકાલે 80-90 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. 

આગામી ત્રણ કલાક મહત્વના
રાજ્યના હવામાન વિભાગે આપેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ છે. ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, પોરબંદરના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વાવાઝોડાના પગલે કોઈ નુકસાની ન થાય તેના ભાગ રૂપે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 

આ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાએ જણાવ્યું કે, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. અરબ સાગરમાં શાહીન નામનુ વાવાઝોડું ઉઠી રહ્યુ છે. જોકે, આ સાયક્લોન બનશે તો નામ શાહીન રહેશે. સાયકલોન બની પણ જાય તો પણ ગુજરાત માટે કોઈ મોટું સંકટ નથી. કોસ્ટલ એરિયામાં કાલે ભારે પવન ફૂંકાશે, ત્યારબાદ અરેબિયન સીમા તેની અસર જોવા મળશે.

શાહીન વાવાઝોડાની અસરથી ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. તો નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદ, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ અમદાવાદના શહેરી વિસ્તારમાં સામાન્ય વરસાદ, તેમજ સાણંદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. આજે અને આવતીકાલે વાવાઝોડાની અસર રહેશે, પરમ દિવસ બાદ અસર ઘટી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news